હિંમતનગર સિવિલમાં ઓક્સિજન સપ્લાય બંધ થવાની ભીતી, વૈકલ્પિક વ્યવસ્થા અને સપ્લાય અવિરત રાખવા પ્રયાસ

હિંમતનગર સિવિલમાં ઓક્સિજન સપ્લાય બંધ થવાની ભીતી, વૈકલ્પિક વ્યવસ્થા અને સપ્લાય અવિરત રાખવા પ્રયાસ
સાબરકાંઠા જીલ્લાની સીવીલ હોસ્પીટલમાં ફરી એકવાર ઓક્સીજનને લઇને અછત સર્જાઇ તેવી સ્થીતી સર્જાઇ છે. એક તરફ કોવીડ ને લગતા કેસનો વધારો થતો રહે છે તો બીજી તરફ ઓક્સિજન નો સપ્લાય બંધ કરવાની કોન્ટ્રાકટર દ્રારા ચિમકી અપાઇ છે. જેને લઇને હવે ઓક્સિજનની કમીની ભીતી વર્તાઇ રહી છે. હિંમતનગર સ્થિત સીવીલ હોસ્પીટલ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી બંને જીલ્લાના ક્રીટીકલ સ્થિતીના કોરોના દર્દીઓને સારવાર આપવા માટે લાવવામાં આવતા હોય છે. 
Himatnagar civil ma oxygen supply bandh thavani bhiti vaikalpik vyavstha ane supply avirat rakhva prayas
સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પીટલમાં હવે ઓક્સીજનને લઈને સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં જ ફરી એકવાર ઓક્સીજનને લઈને સમસ્યા સર્જાઈ છે. અગાઉ પણ ઓક્સિઝનની ઘટ વર્તાવાને લઈને સિવીલમાં કોરોના દર્દીઓને સારવાર કરવી મુશ્કેલ બની હતી. આ માટે કેટલાક દર્દીઓને તો આઈસીયુમાં ખસેડીને ઓક્સીજન પુરો પાડવા માટે તબીબોએ પ્રયાસ કર્યો હતો. સિવિલમાં કોરોના દર્દીઓના વધતા જતા પ્રમાણ સામે ઓક્સિજનની ઘટ વર્તાવાની મુશ્કેલ સ્થિતીનો સામનો તબીબો અને સરકારી અધિકારીઓએ જેમ તેમ કરીને દર્દીઓના હિતમાં કરીને સ્થિતી હળવી કરી હતી. પરંતુ હવે ઓક્સીજનના સપ્લાયને હવે કોન્ટ્રાકટરે પણ થંભાવી દેવાની ચિમકી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોન્ટ્રાકટરે ભાવ વધારો માંગ્યો હતો અને જે નહી સંતોષાતા હવે કોન્ટ્રાકટરે ઓક્સીજનનો સપ્લાય પણ બંધ કરી દેવાનું સિવીલ સત્તાવાળાઓને જાણ કરતા સિવિલ સત્તાધીશો અને અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્રણ દિવસમાં ભાવ વધારો કરવાની અથવા સપ્લાય બંધ કરવાની કોન્ટ્રાક્ટરની ચીમકીથી અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે હાલમાં આ અંગે ઉચ્ચસ્તરીય રીતે સપ્લાયને જારી રાખવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રયાસો તેજ કરી દીધા છે.  સાબરકાંઠા જિલ્લા કલકેટર સી.જે.પટેલે આ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે, સિવિલમાં હાલમાં કોરોનાને લઈને દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના સર્જાય એ માટે અમે પરિસ્થતિ સંભાળી રહ્યા છીએ, ઓક્સિજનનો પુરવઠો ખુટશે નહીં. આ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ હાથ ધરી છે અને સાથે જ સપ્લાયરને પણ આ બાબતે હાલની સ્થિતી સમજાવવામાં આવશે. 
Himatnagar civil ma oxygen supply bandh thavani bhiti vaikalpik vyavstha ane supply avirat rakhva prayas
એક તરફ કોરોના મહામારીમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ જીવના જોખમે ફરજ બજાવી રહ્યો છે અને સતત કોરોના દર્દીઓને સાજા કરવા માટેની લડાઈ રહ્યો છે. ત્યારે જ અતિ ગંભીર દર્દીઓને માથે સંકટ તોળવા રુપ કોન્ટ્રાકટરે ચિમકી ઉચ્ચારી છે. જે આમ તો હાલની સ્થિતીને લઈને કોરોના વોરીયર્સના મનોબળને તોડવા રુપ છે. જો કે હવે જીલ્લા કલેકટર દ્વારા આ બાબતે સ્થિતી હાથમાં લેવાઈ છે અને શક્ય એટલી ઝડપથી ઓક્સિજનની સ્થિતીને જાળવી રાખવા માટેનો પ્રયાસો પુર્ણ કરી દેવાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સપ્લાયરને પણ આ બાબતે પણ આ અંગે નિવેડો લાવવા અને સ્થિતીને સમજાવવા માટે પ્રયાસ કરાશે, તેમજ વૈકલ્પિક રીતે પણ ઓકસીજન સપ્લાયને મેનેજ કરી લેવાશે. આ માટે રિઝર્વ ચેઈન પણ અગાઉથી જ કોરોનાને લઈને બનાવવામાં આવી હતી. સામાન્ય રીતે એક સિલિન્ડરમાં 270 ક્યુબીક મીટર ઓક્સિજન હોય છે. ઓગષ્ટ માસમાં 6740 સિલિન્ડર અને સપ્ટેમ્બરમાં 13,047 સિલિન્ડરનો વપરાશ કરવામાં આવ્યો હતો, જે ઓકટોબર માસના 19 દિવસમાં  જરૂરિયાત વધી 9,140 સિલિન્ડરનો વપરાશ પહોંચ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati