આવતીકાલે રવિવાર છે છતાં પણ દેશની તમામ બેંકો રહેશે ચાલુ, આ કારણોથી RBI દ્વારા ખાસ જાહેરાત કરી આપવામાં આવી માહિતી

આવતીકાલે રવિવાર છે છતાં પણ દેશની તમામ બેંકો રહેશે ચાલુ, આ કારણોથી RBI દ્વારા ખાસ જાહેરાત કરી આપવામાં આવી માહિતી

દેશમાં વાર્ષિક નાણાંકીય વર્ષને સમાપ્ત થવાની તૈયારીમાં છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ સરકારી બેંકો રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે આ બાબતે સંબંધિત બેંકોને સૂચનાઓ આપી છે.

અત્રે નોંધનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ 31 માર્ચ છે અને આ રવિવારે આ દિવસ આવી રહ્યો છે. તેથી, સરકારની આગેવાની હેઠળની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ

RBIના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે કહ્યું છે કે 31 માર્ચ, 2019 ના રોજ તમામ પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસો સરકારી આવક અને ચુકવણીઓ માટે ખુલ્લી રહેશે. આ સંદર્ભમાં, બધી એજન્સી બેંકોને રવિવાર, 31 માર્ચ, 2019 ના રોજ સરકારી વ્યવસાયની તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે આ સંદર્ભમાં, બેંકોની અધિકૃત શાખાઓ ખોલવા માટે અધિકૃત તમામ એજન્સી બેંકો 30 માર્ચ 2019 થી 8 વાગ્યા સુધી અને 31 માર્ચ 2019ના રોજ સરકારી લેવડ-દેવડ માટે 6.00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે RTGS અને NEFT સહિતના તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક વ્યવહારો 30 અને 31 માર્ચ 2019 સુધી જણાવેલ સમય સુધી ખુલ્લા રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati