ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ JMMના હેમંત સોરેને મુખ્યપ્રધાનના લીધા શપથ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ JMMના હેમંત સોરેને મુખ્યપ્રધાનના લીધા શપથ


ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ જેએમએમના હેમંત સોરેને મુખ્યપ્રધાન પદના શપથ લીધા. હેમંત સોરેન ઝારખંડના 11મા મુખ્યપ્રધાન બન્યા. રાંચીના મોરહાબાદી મેદાનમાં હેમંત સોરેન સહિતના નેતાઓએ શપથ લીધા. હેમંતની સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને લોહરદગાના ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ, પાકુડના કોંગ્રેસના ધારાસભ્ય અલમગીર આલમ અને રાજદના ધારાસભ્ય સત્યાનંદ ભોક્તે પ્રધાન પદના શપથ લીધા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શાબ્દીક યુદ્ધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શપથગ્રહણ સમારંભમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, ભૂપેશ બધેલ, તેજસ્વી યાદવ સહિત ઘણાં નેતા ઉપસ્થિત રહ્યાં છે. આ ઉપરાંત ડીએમકેના નેતા એમ કે સ્ટાલિન, જેએમએમ નેતા અને હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, એનસીપીના નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશના પૂર્વ સીએમ રઘુવર દાસ પણ મંચ પર હાજર રહ્યાં હતાં. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી એક દિવસ પહેલા જ રાંચી પહોંચ્યા. મમતા બેનર્જીને પગે લાગીને હેમંત સોરેને આશીર્વાદ મેળવ્યા. તો બીજી તરફ મમતાએ સોરેનને શાલ ભેટ આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati