હેલ્થ માટે દોડવાનું ક્યાં પસંદ કરશો, ટ્રેડ મિલ કે ખુલ્લા રસ્તા પર ?

  • Updated On - 6:09 pm, Wed, 7 October 20 Edited By: Bipin Prajapati
હેલ્થ માટે દોડવાનું ક્યાં પસંદ કરશો, ટ્રેડ મિલ કે ખુલ્લા રસ્તા પર ?


લોકો ફિટ એન્ડ ફાઈન રહેવા ઘણા નુસખાઓ અપનાવતા હોય છે જેમાં એક્સરસાઈઝ સૌથી પ્રથમ નંબરે છે. કેટલાક લોકો રસ્તા પર દોડવાને બદલે ટ્રેડમિલ પર દોડવાનું પસંદ કરે છે પણ રસ્તા અને ઘરમાં ટ્રેડમિલ પર દોડવાને લઈને ચર્ચા કોઈ નવી નથી. જ્યાં રસ્તા પર દોડવાવાળા ખુલ્લા આકાશ નીચે દોડવાની મજાની વાત કરે છે તો ટ્રેડમિલ પર દોડવાવાળાને ઘરમાં શાંતિની વાત કરે છે.

Health maye dodvanu kaya pasand karsho trede mil ke khula rasta par?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રેડમિલ પર દોડવાના ફાયદા:

1). ટ્રેડમિલ પર તમે એક જ સપાટી પર દોડો છો, જે શરીરમાં કોઈપણ ઈજાથી બચાવે છે.

2). ઘર કે બાલ્કનીમાં મુકેલી ટ્રેડમિલ તમારો પોતાનો રસ્તો છે, એટલે શાંત મનથી, કાનમાં કોઈ ઘોંઘાટથી બચાવનાર ગેજેટ લગાવ્યા વિના પણ તમે દોડી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Health maye dodvanu kaya pasand karsho trede mil ke khula rasta par?

3). તમે તમારી ગતિને નિયંત્રિત કરી શકો છો અને મશીનની મદદથી તેને વધારી કે ઘટાડી પણ શકો છો.

4). ઘરની અંદર તાપમાનમાં બદલાવ, ધૂળ અને પોલ્યુશન જેવી સમસ્યાનો સામનો પણ નહીં કરવો પડે, જે બહારના ખુલ્લા વાતાવરણમાં રહેલી છે.

5). યોગ્ય સપાટી, યોગ્ય ગતિ, શાંતિનો માહોલ અને નિયંત્રિત ઉપકરણથી તમે રિલેક્સ રહો છો પણ નિષ્ણાંતો એ પણ કહે છે કે આપણી માંસપેશીઓને યોગ્ય કસરત આપવા માટે રસ્તાના ઉત્તર ચઢાવ પણ જરૂરી છે અને એટલા માટે જ જ્યારે તક મળે અઠવાડિયામાં એક વાર બદલાવ કરી જુઓ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો