હવે સુલતાન અંદાજમાં જોવા મળ્યો ડેવિડ વોર્નર, સોશિયલ મિડીયા પર પસંદ પડી રહ્યો છે વિડીયો

ઓસ્ટ્રેલીયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ઇજાને લઇને ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ નહી રમી શકે. પરંતુ તે સોશિયલ મિડીયા પર ખૂબ જ એક્ટીવ છે. તેણે સલમાન ખાનની એક ફીલ્મ સુલતાનના ટ્રેલરને એડિટ કરીને તેમાં પોતાનો ચહેરો જોડી દીધો છે. આ વિડીયોને તેણે સોશિયલ મિડીયા પર પણ પોસ્ટ કર્યો છે. તેણે અગાઉ પણ સુપર સ્ટાર અભિનેતાઓ રજનીકાંત, […]

હવે સુલતાન અંદાજમાં જોવા મળ્યો ડેવિડ વોર્નર, સોશિયલ મિડીયા પર પસંદ પડી રહ્યો છે વિડીયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 13, 2020 | 7:28 PM

ઓસ્ટ્રેલીયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ઇજાને લઇને ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ નહી રમી શકે. પરંતુ તે સોશિયલ મિડીયા પર ખૂબ જ એક્ટીવ છે. તેણે સલમાન ખાનની એક ફીલ્મ સુલતાનના ટ્રેલરને એડિટ કરીને તેમાં પોતાનો ચહેરો જોડી દીધો છે. આ વિડીયોને તેણે સોશિયલ મિડીયા પર પણ પોસ્ટ કર્યો છે. તેણે અગાઉ પણ સુપર સ્ટાર અભિનેતાઓ રજનીકાંત, પ્રભાસ, ચિરંજીવી, શાહરુખ ખાન અને સૂર્યાના વિડીયોને પણ એડિટ કરીને પોસ્ટ કર્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ અગાઉ પણ ડેવિડ વોર્નરે અનેક વાર વિડીયો એડીટ કર્યા છે. જેમાં આ પહેલા જ તેણે અભિનેતા ચિરંજીવીની ફીલ્મ સાઇ રા નરસિમ્હા રેડ્ડી નો એક વિડીયો પણ એડીટ કર્યો હતો. જેમાં ચિરંજીવીના ચહેરા પર પોતાનો ચહેરો લગાવી દીધો હતો. તે વિડીયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થઇ ગયો હતો. ઉપરાંત રજનીકાંતની રોબોટ ફિલ્મના વિડીયોને પણ એડીટ કર્યો હતો. જેમાં પણ તેણે રજનીકાન્તના ચહેરા પર પોતાનો ચહેરો ચિપકાવી દીધો હતો. હવે સલમાન ખાનના સુપરહિટ ફિલ્મ સુલતાનના ટેલરમાં પોતાને સજાવી દીધો છે. રેસલર ની ભૂમિકામાં જોવા મળતા સલમાનની બોડી દર્શાવતા ટેલરમાં વોર્નર પણ જબરદસ્ત લાગી રહ્યો છે.

ભારત સામેની બીજી વન ડે દરમ્યાન વોર્નર ઇજા પામ્યો હતો. જેને લઇને તેણે એક વન ડે અને ટી20 સીરીઝ ગુમાવવી પડી હતી. તે હાલમાં ઇજામાં થી બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે તે હજુ પણ પ્રથમ ટેસ્ટ મેચ રમી નહી શકે. વોર્નરે કહ્યુ છે કે, હાલમાં તે પહેલા થી ઘણું સારુ અનુભવી રહ્યો છે. હાલમાં તે ફીટનેશ પર કામ કરવા માંગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">