ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO

ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO


હાર્દિકના લગ્નને લઈને વિરમગામ તેના નિવાસસ્થાને સાદાઈથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. માતા-પિતાના કહેવા મુજબ હાર્દિક લગ્ન સાદાઈથી જ કરવા માગતો હતો. જેથી પરિવારજનોએ પણ એના આ નિર્ણય ઉપર સહમતી આપી છે.

હાર્દિક ના ઘરે મંડપ બાંધવામાં આવ્યો છે જોકે લગ્ન સમારંભમાં હાર્દિક અને કિંજલના નજીકના સગા સંબંધીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. હાર્દિકના માતા-પિતાના કહેવા મુજબ લગ્ન માં પાંચ તોલા સોનું જે દીકરી પરણીને આવતી હોય એને આપવાનું હોય છે એ આપ્યું છે આ સિવાય અન્ય જે લગ્નની તૈયારીઓ છે એ ખૂબ સાવધાની પૂર્વક કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બાળપણની મિત્રતા પરિણમશે લગ્નમાં, જાણો કોણ છે હાર્દિક પટેલની Fiancée કિંજલ, જુઓ ગરબે ઘૂમતા હાર્દિક-કિંજલનો VIDEO

26મી જાન્યુઆરીના રોજ હાર્દિક ના ઘરે ગણેશ પૂજન સહિત પીઠી નો કાર્યક્રમ યોજાશે અને ત્યાર બાદ ૨૭મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે પરિવારજનો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દીગસર ગામે ના કુળદેવી ના મંદિરે લગ્નમાં જોડાશે.

આ પણ વાંચો : આખરે કોણ છે કિંજલ જેની સાથે હાર્દિક પટેલ કરશે લગ્ન, કિંજલ વિશે મળશે આ ખબરમાં પૂરી જાણકારી

હાર્દિકના પિતા ભરતભાઈ અને માતા ના કહેવા મુજબ હાર્દિકની બહેનના લગ્ન ધામધૂમથી કર્યા છે અને હાર્દિકની પહેલેથી જ ઈચ્છા હતી કે એના લગ્ન સાદી રીતે કોઈપણ ઝાકમઝોળ વગર કરવામાં આવે.

26મી જાન્યુઆરીના રોજ જેવી ઘરે થવાની છે એ વિધિ દરમિયાન લગભગ ૨૦૦-250ની આસપાસ મહેમાનો ઉપસ્થિત રહેશે અને એ જ મહેમાનો લગ્નમાં પણ જોડાશે જે હાર્દિક અને કિંજલ ના નજીકના સગા હશે.. પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ તેના લગ્નમાં પાસ નેતાઓને પણ આમંત્રણ નહીં હોય, તો તો નેતાઓ કે અન્ય વ્યક્તિઓને હાજરી ની વાત જ દૂર રહી.

જુઓ હાર્દિકના ઘરે થઈ રહેલી લગ્નની તૈયારીઓનો Video :

[yop_poll id=738]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati