જાણો હાર્દિક પંડ્યાની સાથે શું થયુ? લંડનમાં થઈ સફળ સર્જરી

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઈ છે. હાર્દિક પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને સર્જરી કરાવવી પડી. હવે તે ઓછામાં ઓછા 5 મહિના સુધી મેદાનથી બહાર રહેશે. હાર્દિક પંડ્યાએ તેમની એક તસવીર શેયર કરીને કહ્યું કે તે ઝડપી જ ક્રિકેટમાં પરત ફરશે. Cricketer @hardikpandya7 underwent successful surgery to treat […]

જાણો હાર્દિક પંડ્યાની સાથે શું થયુ? લંડનમાં થઈ સફળ સર્જરી
Follow Us:
| Updated on: Oct 05, 2019 | 1:36 PM

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઈ છે. હાર્દિક પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને સર્જરી કરાવવી પડી. હવે તે ઓછામાં ઓછા 5 મહિના સુધી મેદાનથી બહાર રહેશે. હાર્દિક પંડ્યાએ તેમની એક તસવીર શેયર કરીને કહ્યું કે તે ઝડપી જ ક્રિકેટમાં પરત ફરશે.

25 વર્ષીય હાર્દિક પંડ્યાએ શનિવારે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે સર્જરી સફળ રહી. તમારા બધાના આર્શીવાદ માટે આભાર, ઝડપી જ પરત ફરીશ. તેની સાથે જ તેમને હોસ્પિટલ બેડ પરની પોતાની તસવીર પણ શેયર કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને ક્રિકેટમાં પરત ફરવા માટે લગભગ 5 મહિના જેટલો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ઓલરાઉન્ડર ખેલાડીને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યા નહતા. તે સિવાય જસપ્રીત બુમરાહ પણ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકાની સામે ટી-20 સીરીઝ રમી હતી. તે બાંગ્લાદેશની સામે આગામી ટી-20 સીરીઝમાં ભાગ નહીં લઈ શકે. તેમને UAEમાં એશિયા કપ દરમિયાન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રથમ વખત ઈજા થઈ હતી. ત્યારબાદ ઝડપી રિક્વર કર્યુ અને IPL પછી વિશ્વ કપ 2019નો ભાગ બન્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">