કોરોના વાઈરસની ભરડામાં હવે લગભગ અડધું વિશ્વ, જાણો ક્યાં દેશમાં કેટલાં કેસ નોંધાયા?

કોરોના વાઈરસની ભરડામાં હવે લગભગ અડધું વિશ્વ, જાણો ક્યાં દેશમાં કેટલાં કેસ નોંધાયા?

કોરોના વાઇરસથી મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. જો કે જેમ જેમ દિવસો જઇ રહ્યા છે તેમ તેમ કોરોના વાઇરસ વધુને વધુ ફેલાતો જઇ રહ્યો છે. માત્ર ચીન  નહીં પણ હવે લગભગ અડધી દુનિયામાં કોરોના વાઇરસ ફેલાઇ ચૂક્યો છે. ચીનમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યા વધીને 2715 થઇ ગઇ છે. જ્યારે 78,064 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

China reports 139 more virus deaths in hard-hit province china ma corona virus na karan e 24 kalak ma vadhu 139 loko na mot

આ પણ વાંચો :   ગુજરાત સરકારના બજેટમાં આરોગ્ય માટે શું જોગવાઈ?, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 જાપાનના તટ પાસે ઉભા રહેલા ક્રુઝમાં હાજર ભારતીયોના કોરોના વાઇરસ માટે કરાયેલા ટેસ્ટમાં પરિણામ પોઝીટીવ આવ્યા નથી. આ ભારતીયોને એક ચાર્ટર્ડ વિમાનથી ભારત લાવવામાં આવશે. આ ક્રુઝમાં કુલ 16 જેટલા ભારતીયો છે. આ તરફ ચીનની બહાર પણ કોરોના વાઇરસ ફેલાયો છે. કોરોના લઈને સૌથી મોટા સમાચાર એક સ્પેનથી આવ્યા છે ત્યાં એક હોટેલમાં કોરોના વાઈરસની જાણ થતાં અંદાજે હજાર લોકોને ત્યાં જ રાખવામાં આવ્યા છે. આમ દિવસે અને દિવસે કોરોના વાઈરસનો કેર વઘતો જાય છે અને તે દુનિયામાં ફેલાતો જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

coronavirus-4-suspects-found-at-delhi-and-kolkata-airport-1365-people-killed-in-china

કોરોના સંક્રમણના કયા દેશમાં કેટલા કેસ છે તે જોઇએ તો દક્ષિણ કોરિયામાં 893, જાપાનમાં 851, ઇટાલીમાં 229, ઇરાનમાં 139, સિંગાપુરમાં 90, હોંગકોંગમાં 81, થાઇલેન્ડમાં 35, અમેરિકામાં 35, તાઇવાનમાં 30, ઓસ્ટ્રેલિયામાં 23, મલેશિયામાં 22, જર્મની અને વિયેટનામમાં 16, બ્રિટેન અને સંયુક્ત આરબ અમીરાતમાં 13-13, ફ્રાંસમાં 12, મકાઉમાં 10, કેનેડામાં 10, જ્યારે ભારત, કુવૈત, સ્પેન, ફિલિપાઇન્સમાં 3-3, જ્યારે ઓમાન અને રશિયામાં બે-બે કેસ નોંધાયા છે. મોતની વાત કરીએ તો ઇરાનમાં 19, દક્ષિણ કોરિયામાં 8, ઇટાલીમાં 7, જાપાનમાં 5, જ્યારે હોંગકોંગમાં 2ના મોત થયા છે. જ્યારે ફ્રાંસ, તાઇવાન અને ફિલિપાઇન્સમાં એક-એક મોત થયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati