VIDEO: જાપાનમાં હગિબીસ વાવાઝોડાનો કહેર, 36 હજાર ઘરને નુકસાન, 42 લાખ લોકોનું સ્થળાંતર

હગિબીસ નામનું વાવાઝોડું જાપાનને તહેસ-નહેસ કરવા આવી રહ્યું છે. આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી વધુ ખતરનાક માનવામાં આવી રહ્યું છે. છેલ્લે 1958માં પણ આવું જ વાવાઝોડું જાપાનને તબાહ કરી ચૂક્યું છે. હાલ આ વાવાઝોડું 216 કિમીની ઝડપે ટોકિયો તરફ આગળ વધી રહ્યું છે. #HagibisTyphoon : #Japan suffers deadly floods and landslides from storm. pic.twitter.com/cFpuGuAczP Web […]

VIDEO: જાપાનમાં હગિબીસ વાવાઝોડાનો કહેર, 36 હજાર ઘરને નુકસાન, 42 લાખ લોકોનું સ્થળાંતર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 17, 2019 | 7:23 AM

હગિબીસ નામનું વાવાઝોડું જાપાનને તહેસ-નહેસ કરવા આવી રહ્યું છે. આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી વધુ ખતરનાક માનવામાં આવી રહ્યું છે. છેલ્લે 1958માં પણ આવું જ વાવાઝોડું જાપાનને તબાહ કરી ચૂક્યું છે. હાલ આ વાવાઝોડું 216 કિમીની ઝડપે ટોકિયો તરફ આગળ વધી રહ્યું છે.

કાંઠાના વિસ્તારોમાં 180 કિમી ઝડપે પવન ફૂંકાતા ઘણા ઘરોને નુકસાન થયું છે. ચિબા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 70 લોકો ઘાયલ થયા છે તો 36 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે. ટોકિયો, ચિબા અને કનાગવામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આશરે 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે 1930 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે અને સાથે જ ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડાની દહેશતને પગલે રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે. ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં જોઈ શકાય છે કે પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ પલટી રહી છે. વાવાઝોડાના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ સ્થિતિ છે તો કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">