સમાજની અંધશ્રદ્ધા ભગાડવા માટે ગુજરાતની આ પ્રાથમિક શાળાના બાળકો કરી રહ્યાં છે જાદૂઈ ખેલ, જાણો બાળકો કેવી રીતે બન્યાં જાદૂગર!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના એક નાનકડા અને છેવાડાના ગામ પુનાદરાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જાદૂગરના 51 જેટલાં ખેલ કરી બતાવે છે. આ જાદૂ શીખવા માટે બાળકોએ ઈન્ટરનેટના હજારો વીડિયોને જોઈ નાખ્યા છે. શાળામાં ધોરણ એકથી આઠ સુધીના વર્ગો છે અને તેમાં હવે મોટાભાગના બાળકો જાણે કે જાદુના ખેલ જાણે કે ડાબા હાથના ખેલ […]

સમાજની અંધશ્રદ્ધા ભગાડવા માટે ગુજરાતની આ પ્રાથમિક શાળાના બાળકો કરી રહ્યાં છે જાદૂઈ ખેલ, જાણો બાળકો કેવી રીતે બન્યાં જાદૂગર!
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 05, 2019 | 12:17 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના એક નાનકડા અને છેવાડાના ગામ પુનાદરાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જાદૂગરના 51 જેટલાં ખેલ કરી બતાવે છે. આ જાદૂ શીખવા માટે બાળકોએ ઈન્ટરનેટના હજારો વીડિયોને જોઈ નાખ્યા છે.

શાળામાં ધોરણ એકથી આઠ સુધીના વર્ગો છે અને તેમાં હવે મોટાભાગના બાળકો જાણે કે જાદુના ખેલ જાણે કે ડાબા હાથના ખેલ સમાન કરી બતાવી શકે છે. બાળકોના મન પર પણ જાદુ શીખવાની અનોખી ધૂન સવાર થઇ આવી અને તેમણે જાદુના કરતબ કરવા પર હાથ અજમાવ્યો હતો. શાળામાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે દંગ રહી જવાય એવા જાદુના ખેલ કરીને લોકોને અચરજમાં મુકી દે છે. બાળકીને હવામાં ઉડતી રાખવી કે પછી ખાલી ડીશમાંથી પૈસાનો વરસાદ કરાવવો એવા કરતબો બાળકો માટે નાની વાત બની ગયા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બાળકોએ જાદુની કળા શીખવાની છેલ્લા ત્રણેક માસથી શરુઆત કરી હતી અને એ માટે હેરી પોર્ટર સહીતની બુકોનો અભ્યાસ શરુ કર્યો હતો. વધુમાં વિક્રમ સારાભાઇ જેવી વિજ્ઞાની સંસ્થાઓની પણ મુલાકાત લીધી છે. વિવિધ જાદુના એક હજાર જેટલાં વિડીયોનો અભ્યાસ પણ ઇન્ટરનેટના માધ્યમથી કર્યો હતો. આ તમામ પ્રયાસો બાદ બાળકોએ પોતાનો હાથ જાદૂમાં અજમાવ્યો હતો અને તેઓ સફળ પણ રહ્યાં હતાં.

માત્ર જાદૂ નહીં બાળકો હવે અંધશ્રધ્ધાને ગામડાનાં લોકોના મનમાંથી દુર કરવા માટે પ્રયાસ કરે છે. ગામડાના લોકોને કંકુ પગલા પાડવા અને કંકુ ખરવા જેવી દૈવીય શક્તિઓની વાતોથી ધુતારાઓ છેતરતા હોય છે તેવી તરકીબોને માત્ર વૈજ્ઞાનિક કરામતો હોવાનુ સમજાવીને સામાજીક જાગૃતી પણ ફેલાવવાનુ અનોખું અભિયાન પણ કરી રહ્યા છે.

પુનાદરા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ કહે છે અમે ૨૬ મી જાન્યુઆરીએ કંઇક કાર્યક્રમ યોજવાના હેતુથી આ શરુઆત કરી હતી. બાળકોને ભણવામાં વિજ્ઞાનને સારી રીતે સમજે અને ઓળખે માટે અમે તેમને જાદુના પ્રયોગો શોધીને શીખવવાનુ શરુ કર્યુ અને તે માટે અમે વિજ્ઞાનના નિષ્ણાંતો અને જાદુગરોની મદદ લીધી તેમજ નેટના માધ્યમથી અમે શિખવવાનુ શરુ કર્યું હતું. હાલ બાળકોને 51 જેટલાં જાદૂના ખેલ કરીને મનોરંજનની સાથે લોકોની અંધશ્રધ્ધા પણ દૂર કરી રહ્યાં છે.

[yop_poll id=1104]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">