VIDEO: અયોધ્યામાં રામમંદિરના પથ્થરો હોળી નિમિત્તે સાફ કરાશે, ગુજરાતની મહિલાઓ જૂના પથ્થરોને કરશે સાફ

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત પણ આ રામમંદિરમાં મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતમાંથી 8થી વધુ મહિલાઓને અયોધ્યા મોકલવામાં આવશે. જો ટ્રસ્ટી તરફથી મંજૂરી મળી જાય તો અમદાવાદના દિલ્લી દરવાજા ખાતે રહેતી ભોઈ સમાજની મહિલાઓને અયોધ્યા લઈ જવામાં આવશે. ભોઈ સમાજની મહિલાઓ પેઢીઓથી મંદિરો અને દેરાસરોમાં પથ્થરો ઘસવાનું કામ કરે છે.   Web […]

VIDEO: અયોધ્યામાં રામમંદિરના પથ્થરો હોળી નિમિત્તે સાફ કરાશે, ગુજરાતની મહિલાઓ જૂના પથ્થરોને કરશે સાફ
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 9:13 AM

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત પણ આ રામમંદિરમાં મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતમાંથી 8થી વધુ મહિલાઓને અયોધ્યા મોકલવામાં આવશે. જો ટ્રસ્ટી તરફથી મંજૂરી મળી જાય તો અમદાવાદના દિલ્લી દરવાજા ખાતે રહેતી ભોઈ સમાજની મહિલાઓને અયોધ્યા લઈ જવામાં આવશે. ભોઈ સમાજની મહિલાઓ પેઢીઓથી મંદિરો અને દેરાસરોમાં પથ્થરો ઘસવાનું કામ કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 વર્ષ પહેલા અહીંથી જ મહિલાઓ અયોધ્યામાં પથ્થર ઘસવા ગઈ હતી. પરંતુ તે વખતે અમદાવાદમાં ધમાલ થતાં તેઓ પાછા આવી ગયા હતા. પથ્થર ઘસવાના આ કાર્ય સાથે આશરે 1200થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. જેઓ 400 રૂપિયા પ્રતિ દિવસના વળતર સાથે પથ્થર ઘસે છે. પથ્થર ઘસવા માટે તેઓ એમરી ઘન પદાર્થનો ઉપયોગ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેઓ અયોધ્યામાં કાળા પડી ગયેલા પથ્થરોને ગુલાબી રંગના બનાવશે. અત્યાર સુધીમાં 40 ટકા પથ્થરની સાફ-સફાઈ કરવામાં આવી છે, પરંતુ બાકીના પથ્થરોની સાફ-સફાઈનું કામ હાથ ધરવામાં આવનાર છે. મંદિરની અંદર જે સ્તંભ તૈયાર થશે, તે રાજસ્થાનના શિહોરીમાં તૈયાર કરવામાં આવશે. તેમજ મંદિરની બહારની દીવાલ અયોધ્યામાં જ તૈયાર કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: Delhi Violence: PIL પર CJI બોબડેએ કહ્યું કે કોર્ટ તેને રોકી નહીં શકે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">