ગુજરાત સરકારની શાન સમાન ‘વાઈબ્રન્ટ સમિટ’ પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા

ગુજરાત સરકાર પોતાનું વિકાસ મોડેલ જ્યારે પણ રજુ કરે છે ત્યારે વાઈબ્રન્ટ સમિટને અચૂક ધ્યાન પર લે છે અને પોતાની વિકાસગાથાની રજુઆત દરમિયાન પણ વાઈબ્રન્ટ સમિટને પોતાની સિદ્ધિ તરીકે દર્શાવે છે પરંતુ આ જ વાઈબ્રન્ટ સમિટ કે જે સફળ હોવાનો સરકાર દાવો કરી રહી છે. તેની પોલ વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન ખુલી ગઈ છે. TV9 […]

ગુજરાત સરકારની શાન સમાન 'વાઈબ્રન્ટ સમિટ' પર જ ઉઠ્યા સવાલ, રૂ. 6500 કરોડથી વધુના MoU રદ્દ થયા
Follow Us:
Nirmal Dave
| Edited By: | Updated on: Feb 22, 2019 | 3:00 PM

ગુજરાત સરકાર પોતાનું વિકાસ મોડેલ જ્યારે પણ રજુ કરે છે ત્યારે વાઈબ્રન્ટ સમિટને અચૂક ધ્યાન પર લે છે અને પોતાની વિકાસગાથાની રજુઆત દરમિયાન પણ વાઈબ્રન્ટ સમિટને પોતાની સિદ્ધિ તરીકે દર્શાવે છે પરંતુ આ જ વાઈબ્રન્ટ સમિટ કે જે સફળ હોવાનો સરકાર દાવો કરી રહી છે. તેની પોલ વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન ખુલી ગઈ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્યચંદનજી ઠાકોર તથા પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પુછેલા સવાલ દરમિયાન સરકારી સફળતાની હકીકત છત્તી થઈ ગઈ છે. જે સવાલો પોલ ખોલી છે તે એવીએશન વિભાગને લગતી છે કે જેમાં કરોડોની રકમના એમઓયુ રદ્દ થઈ ગયા છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

જે રીતે સવાલ પુછાયા છે તે મુજબ વર્ષ 2013માં યોજાયેલા વાઈબ્રન્ટ સમિટમાં એવીએશન વિભાગ માટે રૂ. 1098.50 કરોડના 12 એમઓયુ થયા હતા જ્યારે વર્ષ 2015માં 5426.50 કરોડના 10 એમઓયુ થયા હતા તથા વર્ષ 2017માં 12 એમઓયુ મળી કુલ 34 એમઓયુ કરાયા હતા.

જો કે કેટલા એમઓયુ વર્ષ 2018ના અંતની સ્થિતી અમલમાં છે તેનો જવાબ માગતા સામે આવ્યું છે કે 34 જેટલા એમઓયુ કે જેની કિંમત રૂ. 6525 કરોડ જેટલી થાય છે તે પૈકી 32 એમઓયુ રદ્દ થયા છે એટલે કે માત્ર 2 જ એમઓયુ લાયક ઠર્યા છે જ્યારે 32 એમઓયુ અમલી જ થયા નથી.

[yop_poll id=1704]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">