75 વર્ષના વૃદ્ધની ગોળી મારીને હત્યા કરનારા સિરિયલ કિલરને પકડી લેવા કરાઈ SITની રચના

75 વર્ષના વૃદ્ધની ગોળી મારીને હત્યા કરનારા સિરિયલ કિલરને પકડી લેવા કરાઈ SITની રચના

સિરિયલ કિલર ગુજરાત પોલીસની સામે એક મોટો કોયડો બનીને રહી ગયો છે અને તેને પકડવા હવે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. સિરિયલ કિલરને ઝડપી લેવા માટે સીઆઈડી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. ગુજરાત પોલીસે આકાશપાતાળ એક કરી નાખ્યા છતાં પણ સિરિયલ કિલરની કોઈપણ ભાળ મળી રહી નથી. તપાસમાં 2 ડીવાયએસપી અને 2 પીએસઆઈ પણ સામેલ કરાશે. વધુમાં ઉચ્ચ અધિકારીઓમાં એક એડીજીપી અને 2 એસપીનો પણ સમાવેશ કરાશે. આમ ગુજરાત પોલીસને હંફાવનારા સિરિયલ કિલકને કોઈપણ ભોગે ઝડપી લેવા પોલીસ વિભાગ સક્રિય બન્યો છે.

આ પણ વાંચો:  દારુ અને જુગારના અડ્ડાઓ પર થશે આખા ગુજરાતમાં કાર્યવાહી, જુઓ VIDEO

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati