ગુજરાતના આ ગામમાં દીકરીઓના શિક્ષણની રાહનું રોળું કોણ?

શિક્ષણ પર સૌનો અધિકાર છે પરંતુ બેઝિક સુવિધા ના અભાવે શિક્ષણથી બાળકીઓને દૂર રહેવું પડે તો અને તે પણ ગુજરાતમાં સાંભળવામાં ચોક્કસ અજુગતું લાગતું હશે પણ આ હકીકત છે, ખેરાલુના અનેક ગામની વાસ્તવિકતા છે. રાજ્ય સરકાર દ્વારા ‘દીકરી પઢાઓ દીકરી વધાવો’ના સ્લોગન સાથે અનેક કેમ્પેઈન ચાલે છે, સરકારનોએ પ્રયત્ન પણ રહ્યો છે કે બાળકીઓને વધુમાં […]

ગુજરાતના આ ગામમાં દીકરીઓના શિક્ષણની રાહનું રોળું કોણ?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 18, 2019 | 5:44 AM

શિક્ષણ પર સૌનો અધિકાર છે પરંતુ બેઝિક સુવિધા ના અભાવે શિક્ષણથી બાળકીઓને દૂર રહેવું પડે તો અને તે પણ ગુજરાતમાં સાંભળવામાં ચોક્કસ અજુગતું લાગતું હશે પણ આ હકીકત છે, ખેરાલુના અનેક ગામની વાસ્તવિકતા છે.

રાજ્ય સરકાર દ્વારા ‘દીકરી પઢાઓ દીકરી વધાવો’ના સ્લોગન સાથે અનેક કેમ્પેઈન ચાલે છે, સરકારનોએ પ્રયત્ન પણ રહ્યો છે કે બાળકીઓને વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત થાય. પરંતુ વાત જો દાલીસણા ગામની કરવામાં આવે તો અહીંયા રોડ રસ્તાની કનેક્ટિવિટી ન હોવાના કારણે દીકરીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે સાથે જ ગામડાઓમાં શહેરને જોડતી બસ સુવિધાનો પણ અભાવ છે. જેના કારણે પણ કેટલાક પરિવારો દીકરીઓને શાળામાંથી ઉઠાવી લે છે તો ક્યારેક કોલેજ મોકલવાનું માંડી વાળે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ અંગે વાત કરતા સ્થાનિક સેજલ પ્રજાપતિએ જણાવ્યું કે કોલેજ જવામાં તેને ખૂબ તકલીફ પડે છે ગામમાં પાકા રોડ નથી, શહેરથી નજીકના ગામમાં આવતી બસ સુવિધાઓ પણ નથી. ત્યારે અંતરીયાળ વિસ્તારમાં મોડી રાત્રે આવવામાં બીક લાગે છે. ગામમાં નજીકમાં સારી સ્કૂલ પણ નથી એટલે અનેક પરિવારોએ પોતાના બાળકોને ચાલુ શૈક્ષણિક સત્રમાંથી જ ઉઠાવી લે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દાલીસણા જેવા ખેરાલુમાં 50થી વધારે ગામ છે, જ્યાં રોડ રસ્તાની કોઈ કનેક્ટિવિટી નથી, જેના કારણે શિક્ષણમાં તો અભાવ રહી જ જાય છે સાથે જ રોજબરોજના જીવનમાં પણ મુશ્કેલી સર્જાય છે. મોટાભાગે આ વિસ્તાર પશુપાલન છે, ત્યારે ડેરીમાં દૂધ ભરાવા જવું હોય કે પાણી લઈને આવવા માટે મહિલાઓને મુશ્કેલી પડતી હોય છે. એવું પણ નથી કે ગામના લોકોએ આ અંગે તંત્ર સામે રજૂઆત નથી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરપંચથી માંડી ધારાસભ્ય, મંત્રી તેમજ સાંસદને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કેમ કે આ ગરીબ પ્રજા છે અને તેમનો અવાજ વહીવટી તંત્રના કાન સુધી જાણે પહોંચી રહ્યો ના હોય, તેમ તેમનો અવાજ અવગણવામાં આવે છે અને ચૂંટણી સમયે અનેક વાયદાઓ આપી પછી કોઈ પાછું ફરીને જોવાની પણ દરકાર લેતું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">