સવાણી અને લખાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના સૂમહ લગ્ન કરાવ્યા

સવાણી અને લખાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના સૂમહ લગ્ન કરાવ્યા


દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાણી અને લખાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના સૂમહ લગ્ન કરાવ્યા. પિતાની છત્રછાયા ગુમાવનાર 135 દીકરીઓના ગઈકાલે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં છે. આજે પણ 136 કન્યાઓને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી તેમજ ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ બોટાદ શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી પર હુમલાની ઘટના, લાકડી વડે માર્યો માર

તો લગ્નની સાથે પાંચ દીકરીઓના નિકાહ પણ થયા છે. એક તરફ લગ્ન અને સાથે સાથે નિકાહ પણ પઢવામાં આવ્યા હતા. તો લગ્નના કરિયાવર સાથે દીકરીઓને તુલસીનો છોડ અને વરરાજાને સુરક્ષાનું પ્રતિક હેલમેટ પણ આપવામાં આવ્યું છે. આ વખતે 271 પિતા વિહોણી દીકરીઓના લગ્ન હોવાથી આજે પણ લગ્નોત્સવ ચાલશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સવાણી પરિવારે અત્યાર સુધીમાં 2700 કરતાં પણ વધુ દીકરીઓ કે જેમણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે તેમના લગ્ન કર્યા છે. 2008થી પિતા વગરની દીકરીઓના લગ્ન કરવાની શરૂ થયેલી પરંપરામાં આ વર્ષે પણ સવાણી પરિવારે યથાવત રાખી છે. અને ભવિષ્યમાં પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવાનો આ પરિવારે નિર્ધાર કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati