LRD વિવાદ: પરિપત્રના પેચમાં ફસાઈ સરકાર, હવે ગાંધીનગરમાં બિન અનામત સમાજની રેલી

ગાંધીનગરમાં હવે એલઆરડી વિવાદને લઈને બિન અનામત વર્ગના લોકો પણ મેદાને છે.  સમાજના અગ્રણીઓએ કલેકટર સાથે મુલાકાત કરી હતી અને જે જીઆર હાલ લાગુ છે તેને રદ ના કરવા માગણી કરી છે.  ગાંધીનગરમાં બિન અનામત વર્ગની કૂચ પણ યોજાઈ છે અને તે પહેલાં સત્યાગ્રહ છાવણી ખાતે જવાની હતી પણ કલેકટરના આદેશથી તેઓ રાજભવન ખાતે જવા […]

LRD વિવાદ: પરિપત્રના પેચમાં ફસાઈ સરકાર, હવે ગાંધીનગરમાં બિન અનામત સમાજની રેલી
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 2:29 PM

ગાંધીનગરમાં હવે એલઆરડી વિવાદને લઈને બિન અનામત વર્ગના લોકો પણ મેદાને છે.  સમાજના અગ્રણીઓએ કલેકટર સાથે મુલાકાત કરી હતી અને જે જીઆર હાલ લાગુ છે તેને રદ ના કરવા માગણી કરી છે.  ગાંધીનગરમાં બિન અનામત વર્ગની કૂચ પણ યોજાઈ છે અને તે પહેલાં સત્યાગ્રહ છાવણી ખાતે જવાની હતી પણ કલેકટરના આદેશથી તેઓ રાજભવન ખાતે જવા રવાના થયા છે.  મહિલાઓ રસ્તા પર બેસીને વિરોધ કરી રહી છે.   અમે જ્યાં સુધી આ સમાચાર લખી રહ્યાં ત્યાં સુધી બિન અનામત વર્ગની રેલી રાજભવન તરફ જઈ રહી છે. આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું અમે સરકારની સાથે ચર્ચા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો :  LRD ભરતીમાં સરકાર દ્વારા જાહેર 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં થશે ફેરફાર

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

શું સમગ્ર મામલો? 

જ્યારે કોઈપણ ભરતી આવે ત્યારે તેને સીટ રિઝર્વેશનના આધારે નક્કી કરવામાં આવે છે.  આમ તે જનરલ, એસટી, ઓબીસી કે એસસી મુજબ સીટ નક્કી હોય છે. આ  માટે અલગ અલગ મેરિટ પણ તૈયાર કરવામાં આવે છે.  જો કોઈ મહિલા એસટી, એસસી કે ઓબીસી કેટેગરીની હોય અને તેના માર્કસ જો જનરલ કેટેગરીથી વધારે હોય તો તેને જનરલમાં સમાવેશ કરવો જોઈએ કે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે.  આ અંગે 1-8-2018નો એક એવો પરિપત્ર છે જેમાં જનરલ કેટેગરીમાં મહિલાઓને સમાવેશ કરવામાં આવી નથી અને તેને લઈને આ વિવાદ વકર્યો છે. અનામત વર્ગ માગણી કરી રહ્યો છે કે જો જનરલ કરતાં વધારે માર્કસ આવે તો તેમની પસંદગી જનરલ કેટેગરીમાં કરવામાં આવે જ્યારે આ બાજુ આ નિર્ણયનો વિરોધ બિન અનામત વર્ગના લોકો દ્વારા પણ શરૂ થઈ ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">