અમદાવાદઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કિડની હોસ્પિટલનું કર્યું ઉદ્દઘાટન, સંક્રમિત દર્દીઓ માટે કરાઈ 400 બેડની વ્યવસ્થા

  • TV9 Webdesk13
  • Published On - 17:14 PM, 1 Dec 2020
Gujarat Dy CM Nitin Patel inaugurates New Kidney hospital in Ahmedabad

મહામારી વચ્ચે અમદાવાદમાં આજથી વધુ એક આધૂનિક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અસારવા સિવિલ નજીક મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી નવી કિડની હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું. મહામારીમાં અમદાવાદ જેવા મેટ્રો શહેરની હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે, ત્યારે આ સ્થિતિમાં અમદાવાદીઓ માટે આ એક રાહતના સમાચાર કહી શકાય. અમદાવાદમાં આજથી નવી કિડની હોસ્પિટલ કાર્યરત કરી દેવાઇ છે. અત્યાધૂનિક સગવડ અને વ્યવસ્થા ધરાવતી આ હોસ્પિટલ કોરોના મહામારીમાં આશીર્વાદરૂપ સાબિત થશે. નવી કિડની હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓ માટે 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ 20 હજાર લીટર ઓક્સિજનની ટેન્કની વ્યવસ્થા ઉપલબ્ધ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશાવાદ પ્રગટ કર્યો કે નવી હોસ્પિટલથી દર્દીઓને મોટી રાહત મળશે.

આ પણ વાંચો: દેશના અર્થતંત્ર માટે રાહતના સમાચાર, GST કલેક્શનનો આંકડો સતત બીજા મહિને 1 લાખ કરોડને પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો