રાજયમાં કોરોનાનો કેર યથાવત, પાછલા 24 કલાકમાં કુલ 1,495 પોઝિટિવ કેસ, કુલ 13 દર્દીના મોત

રાજયમાં કોરોનાનો કેર યથાવત, પાછલા 24 કલાકમાં કુલ 1,495 પોઝિટિવ કેસ, કુલ 13 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,495 પોઝિટિવ કેસ નોંધાયા. તો 13 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 97 હજાર 412ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,859 પર પહોંચ્યો છે. જ્યારે 1,167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 79 હજાર 953 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 341 પોઝિટિવ કેસ સાથે 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે સુરતમાં 2 દર્દીના મોત સાથે 266 પોઝિટિવ કેસ નોંધાયા. ગાંધીનગરમાં 94 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું મોત થયું. જ્યારે બનાસકાંઠા અને ભાવનગરમાં એક-એક દર્દીનું કોરોનાના કારણે મોત નિપજ્યું. જ્યારે વડોદરામાં 166 અને રાજકોટમાં 145 પોઝિટિવ કેસ નોંધાયા

READ  શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા

 

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે. અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 341 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 318 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 351 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 23 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 19 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

READ  VIDEO: રાજકોટના નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીના આજથી શ્રીગણેશ, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનો રાજકોટમાં ધસારો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments