CM વિજય રુપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખની સાથે બેઠક યોજી, ગુજરાતના વેપારકારોને મળશે વિશેષ છૂટ

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથે સીએમ રૂપાણીએ બેઠક યોજી હતી. સીએમ વેપાર-ઊદ્યોગ નિવેશના સંબંધો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પીપલ-ટુ-પીપલ કોન્ટેકટ વધારવા નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રવાસની સફળતા અંગે વાત કરીએ તો  અન્ય કોઇ રાષ્ટ્રના ઊદ્યોગ-વેપારને ન મળી હોય તેવી છૂટછાટો-સહયોગ ઉઝબેકિસ્તાન ગુજરાતને આપશે.  જરૂર જણાયે રાષ્ટ્રપ્રમુખ પોતાના સત્તાધિકારોનો ઉપયોગ કરી ગુજરાતના ઊદ્યોગ […]

CM વિજય રુપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખની સાથે બેઠક યોજી,  ગુજરાતના વેપારકારોને મળશે વિશેષ છૂટ
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 11:03 AM

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથે સીએમ રૂપાણીએ બેઠક યોજી હતી. સીએમ વેપાર-ઊદ્યોગ નિવેશના સંબંધો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પીપલ-ટુ-પીપલ કોન્ટેકટ વધારવા નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ પ્રવાસની સફળતા અંગે વાત કરીએ તો  અન્ય કોઇ રાષ્ટ્રના ઊદ્યોગ-વેપારને ન મળી હોય તેવી છૂટછાટો-સહયોગ ઉઝબેકિસ્તાન ગુજરાતને આપશે.  જરૂર જણાયે રાષ્ટ્રપ્રમુખ પોતાના સત્તાધિકારોનો ઉપયોગ કરી ગુજરાતના ઊદ્યોગ વેપારકારો માટે -નિયમોમાં છૂટછાટ આપશે.   ગુજરાતના ઊદ્યોગ વેપારકારોના રોકાણકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉઝબેકિસ્તાનના ત્રણ મંત્રીઓ દર ત્રણ મહિને ગુજરાત આવશે. દર મહિને ઉઝબેકિસ્તાનની ભારતીય રાજદૂત કચેરી સાથે સંકલન બેઠક યોજશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની વૈશ્વિક કક્ષાની GFSU-PDPU-આઇક્રિયેટના કૌશલ્યનો લાભ ઉઝબેક યુવાઓને મળે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ-ઇનોવેશન મંત્રી ટાઇ-અપ માટે ગુજરાત મુખ્યમંત્રી આવશે.  ઊદ્યોગ સાહસિકો અને રોકાણકારો વેપારકારોને ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગો શરૂ કરવામાં જરૂરી પરવાનગીઓ ત્વરાએ મળે તે માટે સહયોગ સ્થપાશે.  સરદાર સ્ટ્રીટ નામાભિધાન સરદાર પ્રતિમા અનાવરણથી ઉઝબેકિસ્તાનમાં ભારતના રાષ્ટ્રનેતાનું વિશેષ ગૌરવ થયું.

સમગ્ર પ્રવાસ દરમ્યાન ઉષ્માપૂર્ણ સત્કાર અને સહયોગ માટે આભાર વ્યકત કર્યો. ગુજરાતની જૈવિક ખેતીની સફળતા વર્ણવી હતી.  એગ્રીકલ્ચર – ફાર્માસ્યુટિકલ – કેમિકલ –એન્જીનીયરીંગ – જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ-રોકાણ માટે ગુજરાત-ઉઝબેકિસ્તાન બેય તત્પર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવ (Shavkat Mirziyoyev) સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો. ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વિકાસથી તેમજ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં તેમની સહભાગીતાથી તેઓ પ્રભાવિત થયાનો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાત પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સત્કાર અને સમગ્ર પ્રવાસ દરમ્યાન મળેલ સહયોગ અંગે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખનો આભાર પ્રગટ કર્યો હતો. બંને મહાનુભાવોએ ગુજરાત-ઉઝબેકિસ્તાનના લોકોના-નાગરિકોના વ્યાપક હિતમાં પરસ્પર વ્યાપાર, નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથેની ચર્ચાઓ દરમ્યાન જણાવ્યું કે, ગુજરાતના ઊદ્યોગકારો ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગ શરૂ કરવા તત્પર છે પરંતુ તેમને આ હેતુસર જરૂરી પરવાનગીઓ અને સહયોગ ત્વરાએ મળે તે અપેક્ષિત છે.  ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવ (Shavkat Mirziyoyev)એ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, તેઓ ગુજરાતના વેપાર-ઊદ્યોગકારોને તમામ સહયોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાહક છૂટછાટો પણ આપશે. એટલું જ નહિ, અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો આપવા પણ તેઓ ઉત્સુક છે.

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિએ ગુજરાતના મુખ્યમંત્રીને એમ પણ જણાવ્યું કે, તેમની સરકારના ત્રણ મંત્રીઓ દર ત્રણ માસે ગુજરાત આવશે તેમજ ગુજરાતમાં બે-ત્રણ દિવસ રોકાણ કરીને રાજ્ય સરકારના અધિકારીઓ અને ઊદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે બેસીને જો કોઇ પ્રશ્નો-સમસ્યા હશે તો તેનું નિવારણ લાવશે.  આ મંત્રીઓ ભારતની ઉઝબેકિસ્તાન સ્થિત એમ્બેસી સાથે પણ દર મહિને સંકલન બેઠક યોજીને સમીક્ષા કરશે.

શ્રીયુત શવકત મિરઝીયોયેવ (Shavkat Mirziyoyev)એ ખાસ કરીને એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જીનીયરીંગ તેમજ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને વેપાર-રોકાણ વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને ગુજરાતની જૈવિક ખેતીની વિશેષતાઓની ભૂમિકા આપી તેનાથી પ્રભાવિત થઇને રાષ્ટ્રપ્રમુખે આ ખેતીના વધુ અભ્યાસ માટે પણ એક પ્રતિનિધિમંડળ ત્વરાએ ગુજરાત મોકલશે તેમ જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વૈશ્વિક કક્ષાના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી તેમજ આઇક્રિયેટ જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓની વિશદ છણાવટ આ બેઠકમાં કરી હતી.  ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ યુનિવર્સિટીઓ સાથે પોતાના રાષ્ટ્રનું ટાઇ-અપ કરીને ઉઝબેકિસ્તાન યુવાઓને તેનો લાભ મળી રહે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ અને ઇનોવેશન મંત્રીને ગુજરાત મુલાકાતે મોકલશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનમાં અન્ડીજાન શહેરમાં એક સ્ટ્રીટનું નામ ગુજરાતના સપૂત રાષ્ટ્રનેતા સરદાર સાહેબના નામ સાથે જોડવા તેમજ સરદાર પ્રતિમા મૂકવાના સરાહનીય અભિગમ માટે પણ રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.  ગુજરાત પ્રતિનિધિમંડળના વરિષ્ઠ સચિવશ્રીઓ, રાજદૂતાવાસના અધિકારીઓ અને ઉઝબેકિસ્તાન સરકારના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">