VIDEO: પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ભાજપની જાન તૈયાર પણ વરરાજા અંગે હજુ પણ સસ્પેન્સ

દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 સીટ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 21 ઓક્ટોબરના દિવસે થશે. જે માટે ભાજપે પોતાના ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપે હાલ 13 રાજ્યોની કુલ 32 બેઠક માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જો કે આ યાદીમાં ગુજરાતની 6 બેઠક પર થનારી પેટા ચૂંટણી માટે […]

VIDEO: પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ભાજપની જાન તૈયાર પણ વરરાજા અંગે હજુ પણ સસ્પેન્સ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 29, 2019 | 11:04 AM

દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 સીટ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 21 ઓક્ટોબરના દિવસે થશે. જે માટે ભાજપે પોતાના ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપે હાલ 13 રાજ્યોની કુલ 32 બેઠક માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જો કે આ યાદીમાં ગુજરાતની 6 બેઠક પર થનારી પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. જો કે ભાજપે શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. એટલે લગ્નમાં જાનૈયાઓ તૈયાર છે પણ વરરાજાઓ વિશે કોઈ જાણકારી સામે આવી નથી.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા નથી

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

13 રાજ્યની 32 બેઠક પર ઉમેદવારની જાહેરાતમાં ગુજરાતનું નામ જોડાયેલું નથી. પરંતુ મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. જો કે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે સરકાર તથા સંગઠન દ્વારા નોમિનેશન ફોર્મ ભરતી સમયે 6 બેઠકો પર શક્તિ પ્રદર્શન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પ્રદેશના નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે.જેને લઈને જરૂરી સૂચનાઓ સરકાર અને સંગઠનમાં આપવામાં આવી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે રહશે હાજર. સીએમ વિજય રૂપાણી, રાધનપુરમાં, તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ખેરાલુ બેઠકના ઉમેદવાર સાથે ઉપસ્થિત રહેશે. જ્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા બાયડમાં ઉપસ્થિત રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપના કયા નેતાઓ ઉમેદવારી સમયે ક્યાં હાજર રહેશે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાધનપુર: વિજય રૂપાણી જીતુ વાઘાણી કે.સી પટેલ દિલીપ ઠાકોર

થરાદ: ઇશ્વર પરમાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા પરબત પટેલ દુષ્યંત પંડ્યા

ખેરાલુ: નીતિન પટેલ વિભાવરી દવે જગદીશ પટેલ

લુણાવાડા: જયદ્રસિંહ પરમાર ભરતસિંહ પરમાર શબ્દસરણ બ્રહ્મભટ્ટ ભાર્ગવ ભટ્ટ

અમરઈવાડી: આઈ.કે જાડેજા આર.સી ફળદુ કૌશિક પટેલ એચ.એસ પટેલ કિરીટ સોલંકી

બાયડ: પ્રદીપસિંહ જાડેજા ગોરધન ઝડફિયા હર્ષદગીરી ગૌસ્વામી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">