ગુજરાતમાં પેટાચૂંટણી: થરાદમાં ભાજપના અનુભવી અને કોંગ્રેસના યુવાન નેતા…જાણો જાતિગત રાજનીતિમાં કોની થશે જીત?

થરાદ બેઠક પરથી MLA પર પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી અને પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ બેઠક પર ફરી એક વખત ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. તો કોંગ્રેસ જાતિગત સમીકરણથી અલગ જઈને યુવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી […]

ગુજરાતમાં પેટાચૂંટણી: થરાદમાં ભાજપના અનુભવી અને કોંગ્રેસના યુવાન નેતા...જાણો જાતિગત રાજનીતિમાં કોની થશે જીત?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 12, 2019 | 12:12 PM

થરાદ બેઠક પરથી MLA પર પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી અને પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ બેઠક પર ફરી એક વખત ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. તો કોંગ્રેસ જાતિગત સમીકરણથી અલગ જઈને યુવા ચહેરાને મેદાને ઉતાર્યા છે.

આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અન્ય બેઠકોની જેમ થરાદ બેઠક પર પણ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. આમ તો આ બેઠક પર છેલ્લી 3 ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે. જો કે અહીં પણ મહત્વના 2 પ્રશ્નો વણ ઉકેલાયા છે. જેમા એક પ્રશ્ન થરાદમાં GIDCની સ્થાપના તથા બીજો પ્રશ્ન થરાદને જિલ્લો જાહેર કરવાનો છે. સાથે જ પીવાના પાણીની પણ આ વિસ્તારમાં સમસ્યા જોવા મળી છે. 2019માં ભાજપ દ્વારા સંસદ સભ્ય હરિભાઇ ચૌધરીને રિપીટ ન કરી થરાદના ધારસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પરબતભાઇ પટેલનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતાં થરાદ વિધાનસભાની બેઠક ખાલી થતાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

જેમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,09,183 મતદાતાઓ છે. જેમાં 1,15,684 પુરુષ અને 1,02,119 સ્ત્રી મતદાતાઓ છે. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીવરાજ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેવો થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન છે. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. જે પ્રદેશમાં યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને થરાદના ભૂતપૂર્વ ધારસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તો એનસીપીએ પુંજાભાઈ દેસાઈને મેદાને ઉતર્યા છે. તો આ સિવાય અન્ય 4 અપક્ષ ઉમેદવારે થરાદમાં ઉમેદવારી નોંધાવતા 7 ઉમેદવારો મેદાનમાં છે

થરાદ બેઠકમાં જાતિ પ્રમાણે મતદાતાઓ..

દેશી ચૌધરી પટેલ-33000 મારવાડી ચૌધરી પટેલ -21000 ઠાકોર -30000 દલિત-32000 મુસ્લિમ -12000 રબારી-9000 બ્રાહ્મણ -8000 પ્રજાપતિ-7000 માજીરાણા-7000 રાજપૂત-6000 જાગીરદાર દરબાર-5000 નાઈ-4500 માળી -3000 ઇતરકોમ-40,000

થરાદમાં મુખ્યત્વે ચૌધરી પટેલોના વોટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો કે આ બેઠક પર શંકર ચૌધરીને ટિકિટ ન મળતા સમાજમાં એક નારાજગી છે. જેની અસર થરાદ અને રાધનપુર બેઠક પર થાય એવી સંભાવના છે. જો કે હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો પોતાની જીતમાં દાવા કરી રહ્યા છે.

આમ તો થરાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જેમાં હાલ કાંટાની ટક્કર છે પરંતુ કોંગ્રેસના મારવાડી ચૌધરી એવા પટેલ માવજીભાઈનો ઝુકાવ જે તરફ હશે તે તરફ મારવાડી પટેલોના વોટ પડશે. 2017માં માવજીભાઈને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં તેવો કોંગ્રેસ પક્ષ છોડીને અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જેના કારણે કોંગ્રેસે નુકસાન ભોગવવું પડ્યું હતું. અને ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો તેથી માવજીભાઈને કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે 2019ની લોકસભાની ચૂંટણી વખતે માવજીભાઈને કોંગ્રેસે પાછા પક્ષમાં લઈ લીધા હતા. જોકે આ વખતે માવજીભાઈ પટેલ પણ ટિકિટના દાવેદાર હતા. પણ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જો કે હાલ માવજીભાઈએ અંદરખાને પરબત પટેલ જોડે સમાધાન કરી લીધું છે તેવી વાતોએ જોર પકડ્યું છે. જોકે તેવું હોય તો કોંગ્રેસે થરાદની સીટ ખોવાનો વખત આવશે.

થરાદ વિધાનસભાના ભૂતકાળ ઉપર એક નજર…

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. ભાજપમાંથી પરબતભાઇ, કોંગ્રેસમાંથી ડીડી રાજપુત અને અપક્ષ માવજીભાઈ ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાં પરબતભાઇ પટેલને કુલ 69,789 વોટ મળ્યા હતા. ડીડી રાજપૂતને કુલ 58,056 વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને કુલ 42,982 વોટ મળ્યા હતા. 2017ની થરાદ વિધાનસભાની ચૂંટણી પરબતભાઇ પટેલ કુલ 11,733 વોટથી જીત્યા હતા. 2007 સુધી વાવ અને થરાદ સંયુક્ત મત વિસ્તાર હતો. જ્યારે 2009થી વાવ અને થરાદનું અલગ અલગ વિધાનસભા મત વિસ્તારોમાં વિભાજન કરાયું હતું. આ સીટ પર 1985મા પરબતભાઇ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. 1995માં પરબતભાઇ પટેલ આ સીટ પરથી અપક્ષ ચૂંટાયા હતા. જયારે 2007, 2012 અને 2017મા ભાજપમાંથી ચૂંટાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">