ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં વ્યાપ વધારવા HDFC બેન્ક 14000 લોકોને રોજગારી આપશે

ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં વ્યાપ વધારવા HDFC બેન્ક 14000 લોકોને રોજગારી આપશે
HDFC BANK

કોરોનાકાળમાં રોજગારી એક મોટી સમસ્યા છે, ત્યારે દેશની અગ્રણી ખાનગી બેન્ક HDFCએ 14,000 લોકોને રોજગારી આપવાની તૈયારી બતાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકોની સંખ્યા વધારવા બેન્ક આ મોટું પગલું ભરવા જઈ રહી છે. HDFCમાં હાલ Banking Correspondentની સંખ્યા 11,000 છે, જેને વધારી 25,000 કરવાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં પોતાનો પહોંચ વધારવા HDFC પ્રયાસ કરી રહી છે. Banking Correspondent મારફતે ખાતું ખોલવા, ટર્મ ડિપોઝીટ, પેમેન્ટ પ્રોડક્ટ્સ અને લોન સહિતની સુવિધાઓમાં ઉપલબ્ધ કરાવાશે. લોકડાઉનમાં બેન્ક મિત્ર તરીકે ઓળખાતા  Banking Correspondent ખુબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આ પ્રતિનિધિ લોકોને ઘરે જઈને પણ સુવિધાઓ પુરી પાડે છે.

Gramya ane antaryal vistar ma vyap vadharava HDFC bank 14000 loko ne rojgari aapse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Banking Correspondentની કામગીરી

1. પ્રધાનમંત્રી જનધન યોજનાઓ અંતર્ગત અને બીજી પરિસ્થિતિઓ વિશે લોકોને માહિતગાર કરે છે.

2.સેવિંગ્સ અને લોનથી સંબંધિત વાતો વિશેની માહિતી અને સલાહ આપવી.

3.ગ્રાહકોની ઓળખ કરવી, ફોર્મની સંભાળ રાખવી.

Gramya ane antaryal vistar ma vyap vadharava HDFC bank 14000 loko ne rojgari aapse


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

4.લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ કરવી, ખાતેદાર દ્વારા આપવામાં આવેલી રકમની સંભાળ રાખવી

5. એપ્લિકેશન અને એકાઉન્ટ્સથી સંબંધિત ફોર્મ ભરી સમયસર રકમ ચૂકવણી અને જમા કરવું.

6.રકમ યોગ્ય હાથો સુધી પહોંચાડવી અને રસીદ બનાવવી.

7.એકાઉન્ટ્સ અને અન્ય સુવિધાઓ સંબંધિત માહિતી રાખવી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati