રાફેલ ડીલ પર મોટો ખુલાસો : PMOએ એંટી કરપ્શન ક્લૉઝ જેવી મહત્વની શરત હટાવવા દબાણ કર્યાનો દાવો

રાફેલ ડીલ પર મોટો ખુલાસો : PMOએ એંટી કરપ્શન ક્લૉઝ જેવી મહત્વની શરત હટાવવા દબાણ કર્યાનો દાવો


રાફેલ ડીલ અંગે એક અંગ્રેજી અખબારે ફરી એક વાર મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે.

અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે મોદી સરકાર તરફથી રાફેલ ડીલમાં ઘણા રીતે બાંધછોડ કરવામાં આવી. કેન્દ્ર સરકાર આ ડીલને લઈને એટલી ઉતાવળી હતી કે તેણે એંટી કરપ્શન ક્લૉઝ જેવી મહત્વની શરત હટાવી દીધી.

ધ હિન્દુમાં પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ, ‘સરકારે એક એસ્ક્રો ઍકાઉંટ રાખવાની નાણાકીય સલાહકારોની વાત પણ ફગાવી દીધી, કારણ કે પીએમઓએ સૉવરેન કે બૅંક ગૅરંટીની શરત ખતમ કરવાનું દબાણ બનાવ્યુ હતું.’

ધ હિન્દુના આ નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે લગભગ 7187 યૂરોની રાફેલ ડીલમાં ભારત સરકારે ઘણા પ્રકારની અભૂતપૂર્વ રાહતો આપી. આંતર-સરકારી સમજૂતી (IGA) પર સહી થયાના થોડાક દિવસો પહેલા જ ભ્રષ્ટાચાર વિરોધી દંડ અને એસ્ક્રો ઍકાઉંટના માધ્યમથી ચુકવણી જેવી મહત્વની જોગવાઇઓ હટાવી દેવામાં આવી.

નવા ખુલાસા બાદ કૉંગ્રેસે મોદી સરકાર પર હુમલો કરતા ટ્વીટ કર્યું, ‘પીએમઓ દ્વારા સૉવરેન ગૅરંટીને ખતમ કરવાના દબાણ બાદ હવે ખબર પડી છે કે પીએમઓએ માનક એંટી-કરપ્શન ક્લૉઝ હટાવવા માટે પણ કહ્યું. પીએમઓ આખરે કોને બચાવવા માંગતું હતું ?’

અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે, ‘ગેરવાજબી પ્રભાવ, એજંટ કે એજંસીને કમીશન આપવો, ડસૉલ્ટ એવિએશન તથા એમબીડીએ ફ્રાંસની કંપનીના ખાતાઓ સુધી પહોંચ વગેરે પર દંડની જે સ્ટાંડર્ડ સંરક્ષણ ખરીદી પ્રક્રિયા (DPP) અપનાવવામાં આવતી હતી, ઉચ્ચ કક્ષાના રાજકીય હસ્તક્ષેપના કારણે તેને ભારત સરકારે સપ્લાય પ્રોટોકૉલથી હટાવી દીધી.’

કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમે આ મુદ્દે ટ્વીટ કરી કહ્યું, ‘કોઈ સૉવરેન ગૅરંટી નહીં, બૅંક ગૅરંટી પણ નહીં, કોઈ એસ્ક્રો ઍકાઉંટ નહીં, છતાં પણ મોટી રકમ એડવાંસમાં આપવામાં આવી.’

નોંધનીય છે કે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ ભારત-ફ્રાંસ વચ્ચે આઈજીએ પર સહી થઈ હતી. ડીલ મુજબ રાફેલે ઍરક્રાફ્ટ પૅકેજ તથા એમબીડીએ ફ્રાંસે હથિયારોના પૅકેજનો પુરવઠો ભારતીય વાયુસેનાને કરવો છે.

બીજી બાજુ હિન્દુનો દાવો છે કે તેની પાસે જે અધિકૃત દસ્તાવેજો છે, તે મુજબ તે વખતના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરની અધ્યક્ષતા હેઠળની સંરક્ષણ ખરીદ પરિષદ્ (DAC)ની સપ્ટેમ્બર, 2016માં બેઠક થઈ અને તેના દ્વારા આઈજીએ, સપ્લાય પ્રોટોકૉલ, ઑફસેટ કૉંટ્રાક્ટ તથા ઑફસેટ શિડ્યુઅલમાં આઠ ફેરફારો કરવામાં આવ્યાં.

[yop_poll id=1302]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati