ગૂગલ પે દ્વારા હવે ફ્રીમાં નહીં ચૂકવાય પૈસા, ટ્રાન્ઝેક્શન કરવા માટે વસૂલશે ફી

ગૂગલ પે દ્વારા હવે ફ્રીમાં નહીં ચૂકવાય પૈસા, ટ્રાન્ઝેક્શન કરવા માટે વસૂલશે ફી

ગૂગલ હવે તેની વેબ એપ પરથી પીઅર ટુ પીઅસ પેમેન્ટસ ફેસેલીટીનો ઓપ્શન જાન્યુઆરી મહિનાથી હટાવી લેશે. સાથે જ તાત્કાલીક મની ટ્રાન્સફર માટે ફીનું ઓપ્શન એડ કરી લેશે. જો કે ગૂગલ પે પેમેન્ટ મેનેજ કરવાની અને મોકલવાની બન્ને સવલતો મોબાઈલ એપ તેમજ pay.google.com પર પર આપશે. ટુંકમાં હવે ગુગલ પે પર જાન્યુઆરી મહિનાથી ફ્રીમાં પૈસા ટ્રાન્સફર નહીં કરી શકાય અને તેનો ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલે તેના નોટીફાઈ યુઝર્સ માટે વેબ એપ પર નોટીસ જાહેર કરી છે કે તેની સાઈટ પણ જાન્યુઆરી 2021થી નહીં ચાલે  કંપનીએ જાહેર કર્યું છે કે 2021થી pay.google.com પૈસા મેળવી તે મોકલી નહીં શકાય. પૈસા મેળવવા કે મોકલવા માટે new Google Pay appનો ઉપયોગ કરવો પડશે.

Google pay dwara have free ma nahi chukvay paisa transaction karva mate vasulse fee

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
 

 

આ પણ વાંચો: અમદાવાદના રતનપોળમાં ખરીદી માટે ઉમટી ભીડ, કોરોના મહામારીને હળવાશથી લઇ રહ્યા છે લોકો

 

જો કે, અત્યારે જે પેમેન્ટ મેથડ છે તે ચાલુ રહેશે. સપોર્ટ પેજ પર ગૂગલે એ પણ કન્ફર્મ કર્યું છે કે ઓરીજીનલ ગૂગલ પે એપ પણ જાન્યુઆરી 2021થી કામ કરતી બંધ થઈ જશે અને લોકોએ new Google Pay appનો જ ઉપયોગ નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે કરવો પડશે. ગૂગલે તેના સપોર્ટ પેજ પર જણાવ્યું હતું કે સામાન્ય રીતે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા 1 થી 3 દિવસ થાય છે. ડેબિટ કાર્ડથી તરત જ ટ્રાન્સફર થઈ જાય છે. જેની 1.5 ટકા જેટલી ફી છે જે ખરેખર ઉંચી છે. ગૂગલે છેલ્લા અઠવાડીયે પે ફિચરમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે ઘણા ફીચર્સ ઉમેર્યા છે. જે સૌપ્રથમ યુએસના ગ્રાહકો માટે શરૂ કરાશે.

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati