Googleએ બહાર પાડી નવી ગાઈડલાઈન્સ, કર્મચારીઓ આ કામ કરશે ઓફિસમાં તો લેવાશે પગલાં
સર્ચ એન્જિન ગૂગલે કર્મચારીઓ માટે એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગૂગલે કર્મચારીઓએ કહ્યું કે તે સહકર્મીઓ સાથે રાજકીય કે અન્ય મુદ્દા પર ચર્ચા ન કરે અને પોતાનું ધ્યાન કામ પર જ કેન્દ્રીત કરે, એટલુ જ નહી આ સંદર્ભમાં ગાઈડલાઈનમાં મેનેજર અને ફોરમનું નેતૃત્વ કરનારા વ્યક્તિને કહેવામાં આવ્યું છે. જો કોઈ કર્મચારી આ નિયમોનું ઉલ્લંઘન […]
સર્ચ એન્જિન ગૂગલે કર્મચારીઓ માટે એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગૂગલે કર્મચારીઓએ કહ્યું કે તે સહકર્મીઓ સાથે રાજકીય કે અન્ય મુદ્દા પર ચર્ચા ન કરે અને પોતાનું ધ્યાન કામ પર જ કેન્દ્રીત કરે, એટલુ જ નહી આ સંદર્ભમાં ગાઈડલાઈનમાં મેનેજર અને ફોરમનું નેતૃત્વ કરનારા વ્યક્તિને કહેવામાં આવ્યું છે.
જો કોઈ કર્મચારી આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરૂદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગૂગલે તેમના કર્મચારીઓને જવાબદાર, સહાયક અને વિચારશીલ બનવા માટે કહ્યું છે. ગૂગલ દ્વારા આ ગાઈડલાઈન પ્રથમવખત બહાર પાડવામાં આવી છે. આ કંપની કર્મચારીઓને પોતાના મનની વાત કહેવા માટે હંમેશાથી પ્રોત્સાહિત કરતી રહે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાઈડલાઈન મુજબ પોતાના સહકર્મીઓની સાથે સુચના અને વિચાર શેયર કરવાથી એક સારા સમુદાયનું નિર્માણ થાય છે, જ્યારે રાજનીતિ અને અન્ય સમાચાર પર કરવામાં આવેલી ચર્ચાથી માત્ર વિક્ષેપો ઉભા થાય છે. અમારી પ્રાથમિકતા છે કે કર્મચારી તે કામ કરે, જેના માટે અમે તેમની ભરતી કરી છે. અમે નથી ઈચ્છતા કે તે બિન જરૂરીમુદ્દાઓની ચર્ચા કરીને સમય બરબાદ કરે.
તેની સાથે જ ગાઈડલાઈન્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કર્મચારીની વચ્ચે થયેલી ચર્ચાથી તેમની ટિપ્પણી સાર્વજનિક થશે. તેનાથી કંપનીને જવાબદાર ગણાવવામાં આવી શકે છે અને તેનો ખોટો પ્રભાવ પડશે. કોઈપણ Google ઉત્પાદનો અથવા વ્યવસાયો વિશે ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનોથી બચો, કારણ કે તેનાથી ગૂગલના ઉત્પાદનો અને કામને લઈને લોકોનો વિશ્વાસ ઓછો થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગૂગલ પર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હેરા-ફેરી કરવાના આરોપ લગાવ્યા પછી ગૂગલે આ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ટ્રમ્પે વર્ષ 2016ની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના પક્ષમાં 16 મિલિયન મતની હેરાફેરી કરવાને લઈને ગૂગલ પર આરોપ લગાવ્યો હતો. એટલુ જ નહી આ માટે ટ્રમ્પે ગુગલમાંથી કાઢી મુકેલા એન્જિનિયરના નિવેદનનો પણ હવાલો આપ્યો હતો. પરંતુ ગુગલે તેને નિરાધાર ગણાવ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]