વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે, નિકકેઈમાં અને ડાઉ જોન્સમાં વૃદ્ધિ, યુરોપના બજાર નરમાશ સાથે બંધ થયા
વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે. એશિયાઈ બજાર વૃદ્ધિ સાથે સાથે કારોબાર કરી રહ્યા છે તો યુરોપના બજારમાં નરમાશ અને અમેરિકન માર્કેટ તેજી નોંધાવી બંધ થયા છે. નિકકેઈમાં 2.76 ટકા અને ડાઉ જોન્સ 1.12 ટકા ઉછાળો દેખાડ્યો છે તો યુરોપિયન ઇન્ડેક્સમાં હળવો ઘટાડો દેખાયો છે. એશિયાઇ બજારોમાં જાપાનની નિક્કેઇ ઇન્ડેક્સ 703 પોઇન્ટ્સ એટલેકે 2.76% […]
વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે. એશિયાઈ બજાર વૃદ્ધિ સાથે સાથે કારોબાર કરી રહ્યા છે તો યુરોપના બજારમાં નરમાશ અને અમેરિકન માર્કેટ તેજી નોંધાવી બંધ થયા છે. નિકકેઈમાં 2.76 ટકા અને ડાઉ જોન્સ 1.12 ટકા ઉછાળો દેખાડ્યો છે તો યુરોપિયન ઇન્ડેક્સમાં હળવો ઘટાડો દેખાયો છે.
એશિયાઇ બજારોમાં જાપાનની નિક્કેઇ ઇન્ડેક્સ 703 પોઇન્ટ્સ એટલેકે 2.76% ઉપર 26,231 પર કારોબાર કરે છે. હોંગકોંગના હોંગસેંગ ઇન્ડેક્સમાં પણ 30 અંકની વૃદ્ધિ સાથે 26,516 ઉપર સૂચકઆંક જોવા મળ્યો છે. બીજી ચાઇનાનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20% નરમાશ નોંધાવી છે. અમેરિકન બજારોમાં ડાઉ ઇન્ડેક્સ 1.12% ની વૃદ્ધિ સાથે 327.79 પોઇન્ટ ઉછળી 29,591.30 બંધ થઈ ગયો છે. એસએનડીપી 500 ઇન્ડેક્સ પણ 20 પોઇન્ટ ઉપર 3,577.59 ઉપર બંધ થયું છે. નાસ્ડેક ઇન્ડેક્સ ખાસ કોઈ ઉત્તર ચઢાવ વિના 11,905.90 પર બંધ થયું છે.
યુરોપના બજારોમાં વેચવાળી રહી હતી. યુરોપિયન માર્કેટમાં નરમાશ જોવા મળી છે. બ્રિટનના FTSE ઇન્ડેક્સ 0.28% નીચે 6,333.84 પર બંધ થયું છે. સોમવારનો જર્મનીનો DAX ઇન્ડેક્સ 10.28 પોઇન્ટ નીચે 13,127 બંધ રહ્યો હતો. 5,492.15 પર ફ્રાન્સનો CAC ઇન્ડેક્સ પણ હળવી નરમાશ સાથે બંધ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો