વાળમાં ઘરે કલર કરનારાઓ આ ખાસ ટીપ્સ, આટલી વાતનું રાખો ખાસ ધ્યાન

  • Publish Date - 11:07 am, Thu, 29 October 20 Edited By: Pinak Shukla
વાળમાં ઘરે કલર કરનારાઓ આ ખાસ ટીપ્સ, આટલી વાતનું રાખો ખાસ ધ્યાન

વાળને જો તમે ઘર પર કલર કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને આ લેખમાં વાળને કલર કેવી રીતે કરવો, તેના દરેક સ્ટેપ શીખવાડીશું. જેથી તેને અપનાવીને તમે ઘરમાં જ વાળને કલર કરી શકો છો.

વાળમાં હેર કલર કરવાની ફેશન અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. સ્ટાઇલિશ તેમજ ફેશનેબલ લાગવા માટે વાળમાં કલર કરવો સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. જેને ઘણા લોકો પસંદ પણ કરે છે. પણ વાળ માં કલર કરવાથી વાળને ખૂબ જ નુકસાન પણ પહોંચે છે. કારણ કે તેમાં રહેલું કેમિકલ તમારા વાળને ડ્રાય બનાવે છે, તેમજ હેર કલર કરવાથી વાળ ખરવાની પણ શરૂઆત થઈ જાય છે. જેથી વાળને કલર તમે રૂટીનમાં ન કરતા ક્યારેક ક્યારેક જ કરો તો તે સારું છે.

વાળને કલર કરવા માટે કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખો. કલરને પસંદ કર્યા પછી તેને સૌથી પહેલા તમારી સ્કિન પર લગાવી ટેસ્ટ કરો. જેથી તેનાથી તમને કોઇ નુકસાન તો નહીં થશે ને ?

વાળમાં કલર કરતી પહેલા તેને સારી રીતે માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. જ્યારે તમારે ડાય કરવી છે તે દિવસે કંડીશનરનો ઉપયોગ ન કરો. કારણ કે તેનાથી વાળનું નેચરલ ઓઇલ ખતમ થઇ જશે.

વાળમાં કલર કરતા પહેલા પોતાના ખભા પર ટોવેલ નાખી દો. જેથી કલર તમારા કપડાં પર ના પડે.

વાળમાં સારી રીતે કાંસકી કરીને ગૂંચ છોડી દો.

કલર કરતા પહેલા પોતાની ત્વચા, ગરદન પર વેસેલિનનો ઉપયોગ કરો. જેને સારી રીતે પોતાના ચહેરા, ગરદન અને ખભા પર લગાવી દો. તેનાથી તમારી ત્વચા કલરથી સુરક્ષિત રહે.

કલર કરતા પહેલા હાથમાં ગ્લવ્ઝ પહેરો. જેનાથી તમારા હાથ પર રંગ ન લાગે.

વાળમાં લગાવવા માટે કલર મિક્સ કરી દો. હવે વાળમાં કલર કરવા માટે કાંસકીથી તેને અલગ અલગ સેક્શનમાં વહેંચી દો. અને દરેક ભાગને કલર કરતા જાઓ. ધ્યાન રાખો કે કોઈ પણ ભાગ છૂટી ન જાય. વાળના સેક્શન કરવા માટે ક્લેચરનો પણ ઉપયોગ કરી શકો છો

હવે કલર લગાવ્યા પછી વાળને ધોઇ કાઢો અને એ વાતનું ધ્યાન રાખો જે કહેવામાં આવ્યું છે તેટલા સમય સુધી વાળમાં કલર રહેવા દો. વધારે સમય સુધી વાળમાં કલર રાખવાથી વાળ વધારે ડ્રાય થઈ શકે છે. જેથી તે વાતનું ખાસ ધ્યાન રાખજો.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો