ગાયના નામે દેશમાં અલગ-અલગ ધર્મોના લોકો લડી રહ્યાં છે, પણ 25 વર્ષથી આ જર્મન મહિલા ગાયો માટે મથુરામાં કરી રહી છે કામ, ગૌશાળાનો એક મહિનાનો જ ખર્ચો છે 35 લાખ !

ગાયના નામે દેશમાં અલગ-અલગ ધર્મોના લોકો લડી રહ્યાં છે, પણ 25 વર્ષથી આ જર્મન મહિલા ગાયો માટે મથુરામાં કરી રહી છે કામ, ગૌશાળાનો એક મહિનાનો જ ખર્ચો છે 35 લાખ !


હાલ ભારતમાં ગાયને લઈને રાજનીતી કરવામાં આવી છે ત્યારે જર્મનીની મહિલા ફ્રેડરિક એરીના બ્રૂનિંગ ભારતમાં રહીને મથુરામાં 1800 રખડતી ગાયને ગૌશાળામાં આશરો આપી રહી છે.

ભારતમાં ગાયને રાજનીતીક મુદ્દો બનાવીને તેનો ઉપયોગ સત્તા મેળવવા માટે કરવામાં રાજકીય પક્ષો અચકાતાં નથી. 25 વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશનાં મથુરામાં જર્મનીની ફ્રેડરીક એરીના બ્રૂનિંગ ફરવા આવેલી. ભારતમાં આવીને તેમેને રસ્તાં પર ગાયોને રખડતી જોઈ અને તેનું દિલ દ્રવી ઉઠ્યું. ફ્રેડરિક એરીનાએ નક્કી કર્યું કે તે ભારતમાં જ રોકાશે અને ગાયોની સેવા કરશે. આમ તે 25 વર્ષથી ભારતમાં જ રોકાઈને રખડતી ગાયોની સેવા કરી રહી છે.

ભારત સરકાર દ્વારા ફ્રેડરિકે એરિનાને બિરદાવવા માટે તેમને પદ્મ શ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. લોકોની ભીડભાડથી દૂર એવી જગ્યાએ ફ્રેડરિકે એરીનાએ ગૌશાળાની સ્થાપના કરી છે જ્યાં હાલ 1800થી વધારે ગાય રાખવામાં આવી છે. આ ગાયો એવી છે કે જેને તેના માલિકો દ્વારા છોડી દેવામાં આવી હોય અને તેની કાળજી રાખનાર કોઈ ના વધ્યું હોય. આ ગૌશાળામાં આવી ગાયોને લાવીને તેની કાળજી રાખવામાં આવી રહી છે.

ફ્રેડરિક એરિના જણાવે છે કે ગૌશાળામાં અમારાં ત્યાં 60 કર્મચારી છે તો તેમનો પગાર અને ગાયોના અનાજ સાથે દવાનો ખર્ચો દર મહિને 35 લાખ રુપિયા જેટલો આવે છે. તેણીને પોતાની પિતાની મિલકતમાંથી 6થી 7 લાખ રુપિયા મળે છે.

ફ્રેડરિક એરિના બ્રૂનિંગ વધુમાં જણાવે છે કે મેં કે નાનકડાં આંગણામાંથી આ શરુઆત કરેલી અને રાધાકુંડમાં સુરભિ ગૌશાળા-નિકેતનના નામથી સ્થાપના કરી. આ માટે મારા પોતાના પિતાના પૈસા વાપરવાનો વારો આવેલો. આ ગૌશાળામાં અંધ ગૌવંશો માટે અલગથી જગ્યા બનાવવામાં આવી છે જ્યાં તેની સારવાર સારી રીતે કરી શકાય છે. હવે બ્રૂનિંગને ભારત સરકારે પદ્મ શ્રી તો આપી દીધો પણ તેને વધુ એક ઈચ્છા એવી છે કે તેને એક લોંગ ટર્મ વિઝા અથવા ભારતીય નાગરિકતા આપવામાં આવે જેથી કરીને વારંવાર દરવર્ષે ભરપતના વિઝા રિન્યુ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે.

[yop_poll id=869]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati