‘વાહ ભાઈ વાહ’ સમગ્ર દેશ આજે યાદ કરી રહ્યો છે ગાંધીજીને પણ ગાંધી જયંતી પર ગાંધી કુટિર બંધ કરીને અધિકારીઓ કરી રહ્યા છે આરામ

'વાહ ભાઈ વાહ' સમગ્ર દેશ આજે યાદ કરી રહ્યો છે ગાંધીજીને પણ ગાંધી જયંતી પર ગાંધી કુટિર બંધ કરીને અધિકારીઓ કરી રહ્યા છે આરામ

ગાંધીનગરમાં ગાંધી જયંતીના દિવસે જ દાંડી કુટિરમાં રજા હોવાથી સવાલ ઉઠી રહ્યા છે. દેશભરમાંથી લોકો સામાન્ય દિવસે પણ મુલાકાત માટે દાંડી કુટિર આવતા હોય છે. અહીં આવેલું ગાંધી સંગ્રહાલય રોજ ખુલ્લું હોય છે. પરંતુ આજે બંધ રખાતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી પર જીતુ વાઘાણીએ PM મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી અને કહી આ વાત

આજે તો ગાંધી જયંતીની અહીં ઉજવણી થવી જોઈએ. તેના બદલે આ સંગ્રહાલય સૂમસામ ભાસી રહ્યું છે. અહીં આવતા મુલાકાતીઓ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે સરકાર એકતરફ ગાંધીજીના મૂલ્યોની વાત કરે છે તો બીજીતરફ દાંડી કુટિર જેવી જગ્યાઓ બંધ રાખે છે. મહત્વનું છે કે રાજ્યના પ્રધાનોને જુદા જુદા સ્થળો પર ગાંધી જયંતિ ઉજવવાની જવાબદારી સોંપાઈ છે. પરંતુ કોઈ નેતાને દાંડી કુટિરમાં ઉજવણીની જવાબદારી નથી સોંપાઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati