Gandhinagar: શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવાને લઈ મોટા સમાચાર, જાણો ક્યારથી શરૂ થશે શાળાઓ

Gandhinagar : કોરોનાની બીજી લહેર હળવી થઇ ગઈ છે. સરકાર રાજ્યમાં શાળાઓમાં (School) શિક્ષણ કાર્ય શરૂ કરવા મહત્વનો નિર્ણય લઇ શકે છે.

| Updated on: Jun 23, 2021 | 2:17 PM

Gandhinagar : કોરોના(Corona)ની બીજી લહેર હળવી થઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તો આજે એટલે કે બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન થયું છે. આ બેઠકમાં સરકાર રાજ્યમાં શાળાઓમાં (School) શિક્ષણ(Education) કાર્ય શરૂ કરવા મહત્વનો નિર્ણય લઇ શકે છે.

આ મુદ્દે કેબિનેટની બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાનો કહેર ઘટશે તો આગામી 2 મહિનામાં શાળા શરૂ થશે તેવી સંભાવના છે. સરકાર આગામી 2 માસમાં ઓફલાઈન શિક્ષણની વિચારણા કરી રહી છે. રાજ્ય સરકાર પણ શાળાઓ શરૂ કરવા હકારાત્મક મૂડમાં છે. ઓફલાઈન શાળા શરૂ કરવા આગામી સમયમાં એસઓપી (SOP) નક્કી થશે.એસઓપી આધિન શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવું આયોજન કરવામાં આવશે.

નોંધનીય છે કે, 1થી 12માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશની સમસ્યા ઉદભવી શકે છે. આ સાથે જ સરકારે 9,11 અને 12માં 60ને બદલે હવે 75 વિદ્યાર્થીને પ્રવેશ આપવાની છુટ આપી છે. સરકારના ઠરાવ મુજબ વર્ષ 2021-22 માટે ધો.9 અને ધો11 માં તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધો.10અને ધો.12માં 75 વિદ્યાર્થીને એક વર્ગમાં પ્રવેશની જોગવાઈ લાગુ પડશે.

તમને જણાવી દઈએ, ધોરણ 10માં 8.50 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.  આ સાથે જ ધોરણ 12ના 4.50 લાખ કરતાં વધારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આગામી 15 જુલાઈના રોજ ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">