LRD વિવાદ મુદ્દે સરકારના નવા ફોર્મ્યુલાથી બંને પક્ષ નારાજ!…ગાંધીનગરમાં યથાવત્ રાખશે આંદોલન

LRD વિવાદ મુદ્દે સરકારે એક નવો ફોર્મ્યુલા સામે લાવ્યો છે. પરંતુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત બાદ બંને પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. બંને પક્ષ આ નવા ફોર્મ્યુલાથી નારાજ છે. તો બીજી તરફ આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.  બિનઅનામત વર્ગના નેતા દિનેશ બાંભણીયાએ નારાજગી દેખાડી છે. તો બીજી તરફ અનામત વર્ગના નેતા […]

LRD વિવાદ મુદ્દે સરકારના નવા ફોર્મ્યુલાથી બંને પક્ષ નારાજ!...ગાંધીનગરમાં યથાવત્ રાખશે આંદોલન
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 3:13 PM

LRD વિવાદ મુદ્દે સરકારે એક નવો ફોર્મ્યુલા સામે લાવ્યો છે. પરંતુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત બાદ બંને પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. બંને પક્ષ આ નવા ફોર્મ્યુલાથી નારાજ છે. તો બીજી તરફ આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બિનઅનામત વર્ગના નેતા દિનેશ બાંભણીયાએ નારાજગી દેખાડી છે. તો બીજી તરફ અનામત વર્ગના નેતા પ્રવીણ રામે પણ આંદોલન શરૂ રાખવાની વાત કરી દીધી છે. અનામત વર્ગની માગણી છે કે, સરકાર GRને રદ કરવો પડશે. તો બીજી તરફ બિનઅનામત વર્ગનું કહેવું છે કે, સરકારનો ફોર્મ્યુલા પરિપત્ર રદ કર્યા બરાબરનો છે. જ્યારે તેમની માગણી પરિપત્રને યથાવત્ રાખવાની છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચોઃ LRD ભરતીમાં 1-8-2018નો પરિપત્ર લાગુ થશે નહીં…62.5 માર્કસ ધરાવતી તમામ મહિલાઓને મળશે નોકરી

સરકારે એક નવો નિર્ણય કર્યો છે. જેમાં 62.5 માર્કસ ધરાવતા તમામ મહિલા ઉમેદવારની ભરતી કરશે. જેની સાથે સરકારે કહ્યું કે, અમે જાહેર કરેલો GR આ ભરતીમાં ધ્યાનમાં લેવાયો નથી. તેનું કોઈ અમલીકરણ ગણવામાં આવશે નહીં. સાથે સરકારે કેટેગરી પ્રમાણે ભરતીના આંકડા પણ જાહેર કરી દીધા છે. જેમાં SC-ST-OBC અને જનરલ કેટેગરીમાં કેટલી ભરતી કરશે તેની જાહેરાત પણ કરી છે. 5227 જેટલી જગ્યા પર સરકાર ભરતી કરશે. બક્ષીપંચની 3248 બેઠક પર ભરતી કરશે. ST સમાજની 511 ઉમેદવારની ભરતી થશે. જનરલ કેટેગરીમાં 883 ઉમેદવારની બેઠક ભરાશે.

LRD ભરતીમાં સરકારના પરિપત્ર બાદ બે પક્ષો દ્વારા આંદોલન ચાલી રહ્યા છે. જેને લઈ સરકારમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સચિવ વિકાસ સહાય સહિત ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. બેઠક બાદ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">