મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા

મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા


વડોદરાની મહિલાઓ આજે દિવસભર વિટકોસ બસમાં મફત મુસાફરીનો આનંદ મેળવી શકશે. શહેરમાં બસ સેવા પૂરી પાડતા વિટકોસ બસ સેવા સર્વિસના સંચાલકોએ આજે વિશ્વ મહિલા દિવસે વડોદરાની મહિલાઓને ખાસ ભેટ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે વિટકોસ બસ સેવાનો ઉપયોગ 70 ટકા કરતા વધુ મહિલાઓ કરે છે. દર સો મુસાફરોએ 70 મહિલાઓ શહેરી બસ સેવાનો વિકલ્પ પસંદ કરતી હોય છે.

આ પણ વાંચોઃ સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી

ત્યારે મહિલાઓને મફત મુસાફરી કરાવીને આજના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. સંચાલકોનું માનવું છે કે આ નિર્ણય લેવા પાછળનો એક માત્ર હેતુ મહિલાઓ બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો છે. તો બીજી તરફ મહિલાઓ અને યુવતીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. અને બસ સેવા સંચાલકોનો આભાર માન્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati