લગ્નની આ કહાની વાંચીને તમને પણ ચક્કર આવી જશેઃ મા-બાપ, કપડા, વરઘોડો બધુ ભાડે અને એકમાત્ર કન્યા સાચી

લગ્નના નામે લોકોને ઠગવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પરંતુ રાજસ્થાનના સિકરમાં જે થયું તેવુ તો ભાગ્યે જ તમે ક્યારેય જાણ્યું હશે. ત્રણ બાળકોનો પિતા ઈમરાન ખાને પોતાનું નામ બદલીને કબીર શર્મા રાખી લીધુ હતું. જે બાદ યુવતીને ફસાવીને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આરોપીએ યુવતીના પરિવારને છેતરવા માટે પોતાના નકલી માતા-પિતા પણ […]

લગ્નની આ કહાની વાંચીને તમને પણ ચક્કર આવી જશેઃ  મા-બાપ, કપડા, વરઘોડો બધુ ભાડે અને એકમાત્ર કન્યા સાચી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:56 AM

લગ્નના નામે લોકોને ઠગવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પરંતુ રાજસ્થાનના સિકરમાં જે થયું તેવુ તો ભાગ્યે જ તમે ક્યારેય જાણ્યું હશે. ત્રણ બાળકોનો પિતા ઈમરાન ખાને પોતાનું નામ બદલીને કબીર શર્મા રાખી લીધુ હતું. જે બાદ યુવતીને ફસાવીને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આરોપીએ યુવતીના પરિવારને છેતરવા માટે પોતાના નકલી માતા-પિતા પણ તૈયાર રાખ્યા હતા. આટલુ જ નહીં આરોપીએ નકલી કાકા-કાકી અને મામા-મામીને લઈને યુવતીના ઘરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ મોદી સરકાર 2નું મંત્રી મંડળ બનવાની સાથે એક પ્રધાન વિવાદોમાં સપડાયા, શિક્ષામંત્રીના જ અભ્યાસ પર સવાલ

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

પહેલા તો આ નકલી લોકોએ તિલકનો રિવાજ પૂરો કર્યો હતો. જે બાદ યુવતીના પરિવારને સંપૂર્ણ વિશ્વાસ આવી જતા લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તો ચોંકાવનારી બાબતો એ છે કે આરોપી પોતાના નકલી સંબંધીઓ સાથે વરઘોડો લઈને લગ્ન માટે પણ પહોંચ્યો હતો. લગ્નમાં યુવક તરફથી હાજર રહેનારા એક-એક વ્યક્તિઓ નકલી હતા. તો બીજી તરફ દહેજના નામે આરોપી યુવકે 11 લાખ રૂપિયા પણ ઠગી લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરંતુ ત્રણ મહિના બાદ જ્યારે યુવતીને ખ્યાલ પડ્યો કે તેનો પતિ ત્રણ બાળકોનો પિતા અને કોઈ કબીર શર્મા નહીં પરંતુ ઈમરાન ખાન છે. ત્યારે યુવતીના પગતળેથી જમીન સરકી ગઈ હતી. આ સમગ્ર જાણ થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઈમરાન ખાન સિકરની એક મોટર કંપનીમાં કામ કરતો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">