અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળતા હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ, બરાક ઓબામા, પોતાના પુસ્તક એ પ્રોમિસ્ડ લૈંડને ( a promised land) લઈને ચર્ચામાં છે. આ પુસ્તકમાં એવા વ્યક્તિઓનો ઉલ્લેખ છે કે જેના કારણે પુસ્તક, પ્રકાશન પૂર્વે જ વિશ્વભરમાં ચર્ચામાં છે. આ પુસ્તકના આધારે એવી વિગત બહાર આવી છે કે, નાનપણમાં બરાક ઓબામા મહાભારત અને રામાણય સાંભળતા હતા. બરાક ઓબામાના જણાવ્યાનુસાર, નાનપણમાં […]

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળતા હતા
Follow Us:
| Updated on: Nov 17, 2020 | 12:46 PM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ, બરાક ઓબામા, પોતાના પુસ્તક એ પ્રોમિસ્ડ લૈંડને ( a promised land) લઈને ચર્ચામાં છે. આ પુસ્તકમાં એવા વ્યક્તિઓનો ઉલ્લેખ છે કે જેના કારણે પુસ્તક, પ્રકાશન પૂર્વે જ વિશ્વભરમાં ચર્ચામાં છે. આ પુસ્તકના આધારે એવી વિગત બહાર આવી છે કે, નાનપણમાં બરાક ઓબામા મહાભારત અને રામાણય સાંભળતા હતા. બરાક ઓબામાના જણાવ્યાનુસાર, નાનપણમાં ઈન્ડોનેશિયામાં વિતાવેલા વર્ષોમાં હિન્દુ ધર્મગ્રંથ રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળતા હતા. તેના કારણે જ પોતાના મનમાં ભારત વિશે વિશેષ સ્થાન રહ્યું છે.

બરાક ઓબામાંએ એ પ્રોમિસ્ડ લેંડમાં ભારત પ્રત્યેના આકર્ષણ બાબતે લખ્યું છે. ભારતમાં વિશ્વના છઠ્ઠા ભાગની વસ્તી વસે છે. આશરે બે હજાર જેટલી વિવિધ જ્ઞાતિ અને જાતિ વસી રહી છે. જ્યા સાતસોથી વધુ બોલી બોલવામાં આવે છે. 2010માં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખના હોદ્દાની રૂએ ભારતનો પ્રવાસ કર્યો હતો. એ પહેલા ક્યારેય ભારત નથી ગયા. પરંતુ ભારત માટે મારા મનમાં હંમેશા વિશેષ સ્થાન રહ્યુ છે.

ભારત તરફના આકર્ષણ બાબતે એવુ પણ કહ્યુ છે કે, નાનપણમાં ઈન્ડોનેશિયામાં વિતાવેલા સમયમાં મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્ય સાંભળીને મારો રસ અને રુચિ વધી હોય તેવુ બની શકે છે. કોલેજકાળમાં મારા ભારત અને પાકિસ્તાનના કેટલાક મિત્રો પણ હતા. જેમણે મને દાળ અને ખીમો બનાવતા શિખવ્યુ. આ ઉપરાંત કેટલીક બોલીવુડની ફિલ્મો પણ દર્શાવી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બરાક ઓબામા એ, એ પ્રોમીસ્ડ લેંડ નામના પુસ્તકમાં 2008ના ચૂંટણી પ્રચારથી લઈને રાષ્ટ્રપતિના પહેલા કાર્યકાળના અંત સુધીના પાકિસ્તાનના એબટાબાદમાં અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને મારવા સુધીની યાત્રાને વર્ણી છે. બરાક ઓબામાં તેમના પુસ્તક એ પ્રોમિસ્ડ લેંડનો બીજો ભાગ પણ લખીને પ્રકાશીત કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">