પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ

પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય અને રાજસ્થાનના નેતા જસવંતસિંહનું આજે 82 વર્ષની વયે નિધન થયુ છે. માથમાં ઈજા થવાથી જસવંતસિંહ 2014થી જ કોમામાં સરી ગયા હતા. દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલે જાહેર કર્યા મુજબ આજે સવારે 6.55 કલાકે જસવંતસિહનું નિધન થયુ.  છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. તેમને જૂન મહિનામાં સારવાર અર્થે […]

પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ
Follow Us:
| Updated on: Sep 27, 2020 | 10:08 AM

પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય અને રાજસ્થાનના નેતા જસવંતસિંહનું આજે 82 વર્ષની વયે નિધન થયુ છે. માથમાં ઈજા થવાથી જસવંતસિંહ 2014થી જ કોમામાં સરી ગયા હતા. દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલે જાહેર કર્યા મુજબ આજે સવારે 6.55 કલાકે જસવંતસિહનું નિધન થયુ.  છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. તેમને જૂન મહિનામાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. મલ્ટી ઓર્ગેન ફેલ્યોરને કારણે જસવંતસિહનું નિધન થયુ હોવાનું આર્મી હોસ્પિટલે જાહેર કર્યું છે.

જસવંતસિહ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારના વિદેશ પ્રધાન રહ્યાં હતા. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. જસવંતસિંહ ભાજપના સ્થાપક સભ્યો પૈકીના એક હતા. જસવંતસિહના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિહ સહીતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસવંતસિંહના પૂત્ર માનવેન્દ્રસિંહ સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જસવંતસિહના નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, જસવંતસિહે આપણા દેશની સેવા મનોમનથી કરી છે. પહેલા એક સૈન્ય જવાના રૂપમા અને ત્યાર બાદ રાજકીય રીતે દેશની સેવા કરી છે. અટલ બિહારી વાજપેયીની  સરકારમાં જસવંતસિહે નાણા, રક્ષા અને વિદેશ વિભાગનો હવાલો સંભાળીને દરેક વિભાગને પૂરતો ન્યાય આપ્યો હતો.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ પણ વાંચોઃખેડૂતો કૃષિબિલનો કેમ ઉગ્ર વિરોધ કરે છે ? જાણો આ મુદ્દાઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">