ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું આજે નિધન થયુ છે. કેશુભાઈ પટેલે અંતિમ શ્વાસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીધા હતા. ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી ભાજપની સૌ પ્રથમ સરકારના મુખ્યપ્રધાન હતા. તેઓ સોમનાથ ટ્ર્સ્ટના ચેરમેનપદે કામગીરી બજાવી રહ્યાં હતા. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધારીની જાહેરસભામાં કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

 શ્વાસની તકલીફને લઈને કેશુભાઈ પટેલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા ગતા. તાજેતરમાં જ તેમને કોરોના થયો હતો. અને તેઓ કોરોનાને હરાવીને કોરોના વોરીયર્સ સાબિત થયા હતા. જો કે કેશુભાઈ પટેલ કિડનીની બિમારીથી પિડાતા હતા.

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ કેશુભાઈ પટેલને અંજલિ આપતા કહ્યું હતું કે, કેશુભાઈ ખુબ જ પ્રમાણીક, મહેનતુ અને કોઠાસુઝ ધરાવનારા રાજનેતા હતા. ભાજપને ગુજરાતમાં મજબૂત કરવા માટે બહુ જ મહેનત કરી હતી. ભાજપને બહુ મોટી ખોટ પડી છે.

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે માર્ગદર્શક ગણાવીને હતા. વૃધ્ધ હોવા છતા તેઓ યોગ અને કસરત કરીને સમાજસેવામાં સક્રીય રહ્યાં હતા. પોતાના જેવા અનેક નેતાઓ તેમના ખભા ઉપર બેસીને મોટા થયા હોવાનું ગણાવ્યુ હતું.

 શંકરસિંહ વાધેલાએ કેશુભાઈ પટેલને અંજલિ આપતા કહ્યું કે, અમારા વચ્ચે 52 વર્ષના સંબધો હતા. , જાહેર જીવનના મોભી હતા. મે એક સાથીદાર ગુમાવ્યાનુ દુઃખ છે. કેશુભાઈ પટેલ ખેડૂત છાપ નેતા હતા.. ગામડા અને ખેડૂતો માટે લાગણી ધરાવતા હોવાનું જણાવ્યું હતું.

 

આ પણ વાંચોઃ પાકિસ્તાન ભારતથી ડરી ગયુ હતું, બાજવા ભયથી ઘ્રુજતા હતા, પરસેવાથી રેબઝેબ હતા, વિદેશ પ્રધાને કહ્યુ અભિનંદનને મુક્ત કરો નહી તો ભારત હુમલો કરશે

&

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

nbsp;

 

Click on your DTH Provider to Add TV9 Gujarati