FLASHBACK 2019: આ વર્ષે વિજ્ઞાન ક્ષેત્રે ભારતને મળી કેવી સિદ્ધિઓ તેના પર એક નજર

ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સદીઓથી રહ્યું છે. પણ આ વખતે ભારતે જે સિધ્ધ કરી બતાવ્યું તેની નોંધ વિશ્વએ લીધી. સ્વદેશી બનાવટનું ચંદ્રયાન-2 તેનું મુખ્ય કારણ છે. સફળ પ્રક્ષેપણ છતાં કેટલીક ટેકનીકલ ખામીઓને કારણે મિશન પૂર્ણ ન થઇ શક્યું. પણ ચંદ્રના જે ભાગ પર આજ સુધી મહાસત્તા કેહવાતા દેશો પણ નથી જઇ શક્યા ત્યાં જવાનું સાહસ […]

FLASHBACK 2019: આ વર્ષે વિજ્ઞાન ક્ષેત્રે ભારતને મળી કેવી સિદ્ધિઓ તેના પર એક નજર
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 4:36 PM

ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સદીઓથી રહ્યું છે. પણ આ વખતે ભારતે જે સિધ્ધ કરી બતાવ્યું તેની નોંધ વિશ્વએ લીધી. સ્વદેશી બનાવટનું ચંદ્રયાન-2 તેનું મુખ્ય કારણ છે. સફળ પ્રક્ષેપણ છતાં કેટલીક ટેકનીકલ ખામીઓને કારણે મિશન પૂર્ણ ન થઇ શક્યું. પણ ચંદ્રના જે ભાગ પર આજ સુધી મહાસત્તા કેહવાતા દેશો પણ નથી જઇ શક્યા ત્યાં જવાનું સાહસ ભારતની ઇસરોએ કર્યું. ત્યારે વર્ષ 2019માં વિજ્ઞાન ક્ષેત્રે અન્ય કઈ સિધ્ધિઓ ભારતે સર કરી તેના પર કરીએ એક નજર.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને હેલમેટ વગર સવારી પડી ભારે, વાહનમાલિકને ફટકાર્યો અધધ દંડ

1) મિશન ચંદ્રયાન-2

સપ્ટેમ્બર 2019માં પેલોડ લેંડર વિક્રમ અને બે પેલોડ રોવર સાથે નિર્મિત. 54 દિવસની સફર કાપી ચંદ્રયાન-2 મિશન લગભગ પૂર્ણતાના આરે હતું. પરંતુ મહત્વની ગણાતી 15 મિનિટમાં લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર યોગ્ય રીતે લેન્ડ ન થતાં મિશન અધૂરું રહ્યું. જો કે ભારતના નાગરિકો નિરાશ ન થયા અને આ પ્રયત્ન બદલ લોકોએ ઇસરોને વધાવી લીધું.

2) સર્વિલેન્સ સેટેલાઇટ્સ લૉંચ

ઇસરોએ આ વર્ષે દેશના સરહદ પરની ગતિવિધિઓ પર નજર રાખવા અને ભારતીય સેના માટે મહત્વપૂર્ણ એવા સર્વિલેન્સ સેટેલાઇટ્સ લૉંચ કર્યા. પીએસએલવી 3 પ્રાઇમરી સેટેલાઇટ કાર્ટોસેટ 3 સહિત, પીએસએલવી 48 અને 49, રિસેટ 2બી અને ઇએમઆઇસેટ લૉંચ કરાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3) ટેકનોલોજીથી અન્નનો બગાડ અટકશે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નાસકોમ ફાઉન્ડેશને ખોરાકનો બગાડ અટકાવવા માટે એમઓયુ કર્યાં. જેના અંતર્ગત એવી ટેક્નોલોજીનું નિર્માણ કરી શકાય જેથી દેશમાં અન્નનો બગાડ ન થાય અને લોકો અન્નદાન પ્રત્યે જાગૃક થાય. જેના માટે આગામી સમયમાં 24 કલાકની હેલ્પલાઇનની સાથે ફૂડ ડોનેશન ઇન ઇન્ડિયા નામથી એક એપ્લિકેશન પણ લોન્ચ કરાશે

4) નેવીને INS ખંઢેરી મળી

ભારતીય નૌસેનાને આઇએનએસ ખંઢેરીની તાકાત મળી. આઇએનએસ ખંઢેરીનું નિર્માણ મુંબઇની મેઝેગોન ડોક શીપબિલ્ડર્સ લિમિટેડે કર્યું. રક્ષાપ્રધાન રાજનાથસિંહે આ ક્ષમતાવાન સ્કોર્પેન ક્લાસ સબમરિનને ભારતીય નેવીને સોંપી.

5) 7 કિલોની કિડનીની સર્જરી

સાયન્સને પડકારનારા કિસ્સાઓમાં દિલ્લીમાં 7 કિલો 400 ગ્રામની કિડની શરીરમાંથી બહાર કાઢવાની સર્જરી કરાઈ. 56 વર્ષના વૃદ્ધના શરીરમાંથી દિલ્લીના સર્જનોએ આ કિડની કાઢી. અજબ ગજબ વાત એ છે કે સામાન્યત કિડનીનું વજન 120થી 150 ગ્રામ હોય છે. જ્યારે કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ 4.5 કિગ્રાની કિડનીની નોંધ કરાઇ છે.

6) દિવ્યાંગો માટે દિવ્ય ભેટ

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ દ્વારા દેશની પ્રથમ ઊભા રહી શકાય તેવી વ્હીલચેર લોન્ચ કરી. દિવ્યાંગો માટે ખાસ ડિઝાઇન કરેલી આ વ્હીલચેર બેસવાની સાથે સાથે ઊભા રહેવામાં પણ સગવડતા સભર છે. કેટલીક વિદેશની સંસ્થાઓએ પણ આ પ્રોજેક્ટમાં મદદ કરી છે.

7) મગજ પર કરાયું રિસર્ચ

2019માં ચર્ચામાં રહેલા રિસર્ચોમાં એક છે ભારતીય મગજની સાઇઝ. આઇઆઇટી હૈદરાબાદે એક રિસર્ચ કર્યું જેના પરિણામમાં જાણવા મળ્યું કે ભારતીય મગજ, ચાઇનીઝ અને કોરિયન મગજ કરતા પ્રમાણમાં નાના હોય છે. આ રિસર્ચમાં માનવીય મગજનો નક્શો તૈયાર કરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

8) ‘બોલો’ એપ લૉંચ

ટેક જાયન્ટ ગુગલે નવી એપ્લિકેશન બોલો લોન્ચ કરી. ખાસ ભારતની વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો અંગ્રેજી અને હિન્દી બોલી શકે તેના માટે આ ખાસ એપ બનાવાઇ. જેમાં એક એનિમેટેડ કેરેક્ટર દિયા છે. જે બાળકોને કવિતાઓ અને ભાષા શીખવે છે.

9) ગૂગલે કર્યા ફેરફાર

આ વર્ષે ગૂગલે અનેક સેવા બંધ કરી. ગૂગલ ઇનબોક્સ, ગૂગલ પ્લસ, ગૂગલ ડે ડ્રીમ, ગૂગલ ક્લાઉટ મેસેજ અને ગૂગલ ટ્રાંસલેટર ટૂલકીટ બંધ કરી. જેથી અનેક લોકોને અવગડતા ભોગવવાનો વારો આવ્યો. લાખો લોકો ગૂગલની આ સેવાઓનો કરતાં હતા ઉપયોગ.

10) ડિઝલમાંથી ઇલેક્ટ્રીક ટ્રેન

વારાણસીમાં ડિઝલથી ઇલેક્ટ્રીકમાં ફેરવાયેલી ટ્રેનને શરૂ કરવામાં આવી. ડિઝલમાંથી ઇલેક્ટ્રીક ટ્રેનમાં કનવર્ટેડ આ ટ્રેન વાજબી કિંમત અને પ્રદૂષણ મુક્ત છે. ડિઝલનો ઉપયોગ ઓછો થાય અને ઇંધણની બચત થાય જે માટે ભારતીય રેલવે આ રીતની ટેક્નોલોજી વિકસાવવા હજુ પણ પ્રયત્નશીલ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">