FLASHBACK 2019: વેપાર જગતમાંથી આ ટોપ-10 સમાચાર રહ્યા ચર્ચામાં

મંદીના માહોલ વચ્ચે કંપનીઓ સાથે લોકો પર પણ અસર જોવા મળી. કેટલાક સેક્ટરમાં રોજગારી ગઈ તો સરકારે અર્થવ્યવસ્થા માટે કેટલાક મહત્વના નિર્ણય પર કર્યા જેનાથી શેરબજારમાં પણ રેકોર્ડબ્રેક ઉછાળા જોવા મળ્યા.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને […]

FLASHBACK 2019: વેપાર જગતમાંથી આ ટોપ-10 સમાચાર રહ્યા ચર્ચામાં
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 12:40 PM

મંદીના માહોલ વચ્ચે કંપનીઓ સાથે લોકો પર પણ અસર જોવા મળી. કેટલાક સેક્ટરમાં રોજગારી ગઈ તો સરકારે અર્થવ્યવસ્થા માટે કેટલાક મહત્વના નિર્ણય પર કર્યા જેનાથી શેરબજારમાં પણ રેકોર્ડબ્રેક ઉછાળા જોવા મળ્યા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

1) સેન્સેક્સ ઓલ ટાઇમ હાઈ

ભારતીય શેરબજાર માટે 2019 સારુ રહ્યું, સેન્સેકસ 41,352ની ટોચે રહ્યો તો નિફટી 12,145 પર બંધ રહી. હોંગકોંગ, શાંઘાઈ, ટોક્યો અને સિઓલના શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાનું શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યું. અમેરિકા-ચીનની વચ્ચે ડિસેમ્બરમાં થયેલી ટ્રેડ ડીલ બાદ વિશ્વભરના બજારોમાં રોકાણ વધ્યું છે.

2) કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતાં કંપનીઓને મોટી રાહત મળી. સ્થાનિક કંપનીઓ પર 22 ટકા ટેક્સ અને સરચાર્જ અને સેસ જોડીની 25.17 ટકા કર્યો. પહેલા આ આ દર 30 ટકા હતો. તેના લીધે એક જ દિવસમાં સેન્સેકસમાં 2,100 પોઈન્ટનો વધારો થયો હતો.

3) બેંકો માટે 70 હજાર કરોડ

બેંકિગ સેક્ટર માટે નાણાપ્રધાને રાહત આપતા 70 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી. જેથી બેંકો માટે 5 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું શક્ય બન્યું. બેંક પોતાના એમસીએલઆરમાં ઘટાડો કરશે, જેથી રેપો રેટનો ફાયદો ગ્રાહકોને મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

4) 10 બેંકોનું વિલીનીકરણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 30 ઓગસ્ટના રોજ મોટી જાહેરાત કરી, નાણાપ્રધાને 10 બેંકોને મર્જ કરીને 4 બેંકો બનાવી દીધી. જેથી પબ્લિક સેક્ટરની બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 પર પહોંચી ગઈ. બેંકોના વિલયથી કોઈ પણ બેંકના ખાતાધારક પર કોઈ અસર નહીં થાય તેવી સરકારે હૈયાધારણા આપી હતી.

5) મંદી માટે ઓલા-ઉબેર જવાબદાર!

નાણાપ્રધાને ઓટો સેક્ટરમાં આવેલી મંદીને શહેરી ક્ષેત્રોમાં ચાલતી ઓલા ઉબેરને જવાબદાર ગણી. નાણાપ્રધાનના નિવેદન બાદ વિવાદ વકર્યો હતો, સિતારમણે કહ્યું કે, લોકોનો વિચાર બદલાઈ રહ્યો છે, લોકો ગાડી નથી ખરીદતા અને ઓલા-ઉબેરનો ઉપયોગ કરે છે.

6) IT કંપનીમાં સૌથી વધુ નોકરી

દેશની ટોપ 250 લિસ્ટેડ કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ લોકોને નોકરી મળી. જેમાં નાણા સહાય ક્ષેત્રમાં 28 ટકા અને આઈટી સેક્ટરમાં 26 લોકોને રોજગારી મળી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

7) લોકોની રોજગારી બંધ થઈ

લોકોને નોકરી આપવાના મામલે સરકારી કંપનીઓ અને બેંક સતત ઘટાડો કરી રહી છે. 2019માં રોજગાર આપવા પર કોલ ઈન્ડિયાએ 4.4 ટકા તો SBIએ 2.6 ટકાનો ઘટાડો કર્યો.

8) ઓક્ટોબર ભારે પડ્યો

ભારતની બેરોજગારી ઓક્ટોબર મહિનામાં ત્રણ વર્ષમાં સૌથી વધારે રહી. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં 8.5 ટકા બેરોજગારી રહી, જે ઓગસ્ટ 2016 બાદ સૌથી ઉંચા સ્તર પર રહી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

9) અન્ય સેક્ટર નિરસ રહ્યાં

એક રિપોર્ટ અનુસાર ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સતત બેરોજગારી વધી રહી છે. ટેક્સટાઈલ, હિરા ઉદ્યોગ, એફએમસીજી, રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભીષણ મંદી જોવા મળી રહી છે.

10) અનિલ અંબાણી ડુબ્યા

વર્ષ 2008માં ફોર્બ્સ લીસ્ટમાં અનિલ અંબાણી દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા, જો કે સમય બદલાતા 11 વર્ષ બાદ 2019માં અનિલ અંબાણી તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. અનિલ અંબાણી હવે અરબપતિના લીસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અનિલ અંબાણી પાસે હાલ 523 મિલિયન ડૉલર છે, એટલે કે 3 હજાર 651 કરોડ રૂપિયાની સંપતિ જ છે.

આ પણ વાંચો: FLASHBACK 2019: વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના ટોપ-10 ચુકાદા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">