સ્કુલમાં થયાં હતાં નાપાસ, તો પણ પહેલા પ્રયત્ને કરી UPSC પાસ. જાણો કોણ છે ગુજરાતના એ મહિલા અધિકારી ?

22 વર્ષની ઉંમરમાં અંજૂ શર્માએ તેના પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી પરિક્ષા પાસ કરી હતી. બધાને તેમણે બતાવી દીધું હતું કે કોઇપણ નિષ્ફળતા તમને આગળ વધતા રોકી ના શકે.      આજે અમે આપને એવી કહાની અને શખ્સીયતથી રૂબરૂ કરાવવા જઈ રહ્યાં છીએ. જે તમને એ વાતનો અહેસાસ જરૂર કરાવશે કે ભારતના લગભગ દરેક ઘરમાં બાળકો […]

સ્કુલમાં થયાં હતાં નાપાસ, તો પણ પહેલા પ્રયત્ને કરી UPSC પાસ. જાણો કોણ છે ગુજરાતના એ મહિલા અધિકારી ?
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 18, 2021 | 10:02 AM

22 વર્ષની ઉંમરમાં અંજૂ શર્માએ તેના પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી પરિક્ષા પાસ કરી હતી. બધાને તેમણે બતાવી દીધું હતું કે કોઇપણ નિષ્ફળતા તમને આગળ વધતા રોકી ના શકે.

     આજે અમે આપને એવી કહાની અને શખ્સીયતથી રૂબરૂ કરાવવા જઈ રહ્યાં છીએ. જે તમને એ વાતનો અહેસાસ જરૂર કરાવશે કે ભારતના લગભગ દરેક ઘરમાં બાળકો પર વધારે માર્કસ લાવવાનું દબાણ વધુ રહે છે. તેના સામે ડર, ચિંતા, તણાવ બધુ જ નજર અંદાજ કરવામાં આવે છે. તો પણ કેટલાક એવા લોકો છે જેમણે સાબિત કરી દીધું છે કે જો આપણે ઇચ્છીએ તો આપણી નિષ્ફળતાને ભવિષ્યની સફળતાની પહેલી સીડી બનાવીને આગળ વધી શકીએ છીએ.

આજની કહાની એક એવા ભારતીય પ્રશાસનિક સેવા ( આઈએએસ ) અધિકારીની છે જે નિષ્ફળતાથી ભયભીત ના થયાં. આઈએએસ અધિકારી અંજુ શર્મા મૂળ જયપુરના છે. જેઓ અત્યારે ગુજરાતમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના પ્રધાન સચીવ પદ પર કાર્યરત છે.. દસમાની પ્રિ બોર્ડ પરીક્ષામાં રસાયણ વિજ્ઞાનમાં જો તેઓ નિષ્ફળ ના થતાં તો આવનારી દરેક પરિક્ષાની સુનિયોજીત તૈયારી કરવાની કલા તેઓ પોતાના અંદર વિકસાવી ના શકતાં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અંજુ શર્મા કહે છે કે “મારે કેટલાયે પાઠ એકસાથે પુરા કરવાના હતાં. રાતના જમ્યા બાદ મને ગભરામણ શરૂ થઈ.મારી તૈયારીઓ એટલી ખરાબ હતી કે મને ખબર હતી કે હું નાપાસ જ થઈશ. નાપાસ થવું સ્વાભાવીક રીતે જ સારૂ નહોતુ મનાતું. એક સમયે મને રડવું આવી ગયું. જે વાત આ સ્થિતીને વધુ ખરાબ બનાવતી હતી એ હતી કે આ પેપર પ્રિ-બોર્ડના પેપર હતાં.. મારા આસપાસના લોકો મારા પર દબાણ કરી રહ્યાં હતાં કે કોઇપણ પ્રકારે 10માં ધોરણનું પ્રદર્શન જ આપણું આગળનુ ભણવાનું નિર્ધારીત કરે છે.”

અંજુ શર્મા કહે છે કે તેઓ પોતાને દોષી માનવા લાગ્યાં હતાં કારણ કે તેમના માતા-પિતાને એ વાત પર ગર્વ હતો કે તેમની પુત્રી સારા માર્કસ જરૂર લાવશે. આખરે પરિણામ આવ્યું અને જે અપેક્ષા હતી તે મુજબ જ તેઓ રસાયણ વિજ્ઞાનના વિષયમાં નાપાસ થયાં.. છતાં,તેમની માતા તેમની સાથે હતી પરિણામ આવ્યાં બાદ અંજુ શર્માની માએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે આવું થતું હોય છે. તેમની માતાએ બસ એટલું જ કહ્યું કે “મનમાં ઓછું ના આવવા દઇશ.” અંજુ શર્મા કહે છે કે “મારા માતા-પિતાનું માનવું હતું કે બાળકોએ તેમની નિષ્ફળતામાંથી શીખ લેવી જોઈએ. મારા પરિણામના લઈને તેઓ દુખી નહોતા.મને લાગે છે કે નાનપણમાં જ મારા માતા-પિતાનો મને જે સહયોગ અને ભરોસો મળ્યો તેણે મારા નજરીયાને બદલી નાંખ્યો. આજે હું ખુદ જ્યારે માં છું તો મારા બાળકોને પણ હું એ જ વાત સમજાવું છું.”

એક સલાહ જે દરવખતે કામ આવી અંજુને લાગે છે કે બધુ જ છેલ્લા સમય પર છોડી દેવું અને તૈયારીનો અભાવ તેના ઓછા માર્કસ આવવાનું કારણ હતું. રસપ્રદ વાત તો એ છે કે જે રાતે તેમને એ મહેસુસ થયું હતું કે તેની આંખો સામે દુનિયા વિખેરાઈ રહી છે. તે જ રાતે નિષ્ફળતાએ તેની આંખ ખોલવાનું કામ પણ કર્યું.. અંજુને પહેલેથી તૈયારી કરવાનું મહત્વ સમજાયું. આ તેના માટે સફળતા મેળવવાની ફોર્મ્યુલા બની ગઈ. આ ફોર્મ્યુલા હતી પોતાના પાઠ્યક્રમને પહેલાથી જ પુરો કરી દેવાનો અને પરીક્ષાની એક રાત પહેલા અભ્યાસમાં બ્રેક લેવો..

અંજુ શર્મા કહે છે કે “અભ્યાસના આ એક ફોર્મ્યુલાએ મારી જીંદગી બદલી નાંખી. મેં મારા કામના પરિણામો વિશે શીખ્યું. તેનાથી મને જોખમ ઉઠાવવાનો અહેસાસ થયો. તે વાતથી મને એક સ્પષ્ટતા થઈ કે હું મારૂ ભવિષ્ય કેવું જોવા ઇચ્છું છું. મેં પોતાને જ વચન આપ્યું કે જિંદગીની તમામ પરિક્ષાઓ અને લડાઈઓ માટે હું ખુદને પહેલેથી જ તૈયાર રાખીશ.”

આ મંત્રને કેળવીને અંજુ શર્માએ જયપુરના રાજસ્થાન યુનિવર્સીટીથી બીએસસી અને એમબીએની પરિક્ષા ફક્ત પાસ જ ના કરી પણ તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. જ્યારે 1991માં અંજુએ યુપીએસસીની પરિક્ષા આપવાનું નક્કી કર્યું ત્યારે તેની સામે પોતાની નજરોમાં પોતાની જાતને સાબિત કરવાનો પડકાર હતો.. તેને વિશ્વાસ હતો કે આકરી મહેનત અને પહેલેથી જ પાઠ્યક્રમનો અભ્યાસ પુરો કરીને બાદમાં તેના રિવિઝન માટે સમય રાખવાની રણનિતી તેને સફળતા અપાવશે. આ પરિક્ષા દરમ્યાન એક દિવસ પહેલા તેઓ ખૂબ ફર્યા અને આરામ કર્યો. જ્યારે યુપીએસસીની પરિક્ષાનું પરિણામ આવ્યું તો તે પાસ થયાં હતાં. ત્યારે તેના પડોશીઓને ખૂબ આશ્ચર્ય થયું. કેટલાકે તો કહ્યું પણ ખરા કે “ આ છોકરી તો ફરી રહેતી હોય છે તેણે યુપીએસસી કઈ રીતે પાસ કરી લીધી..?”

બાળકો અને શુભચિંતકોને સલાહ અંજુ શર્મા એ વાત પર જોર મુકે છે કે સારા માર્કસ લાવવા કે કોઇપણ પરિક્ષાને પાસ કરવાની કોઇ ફોર્મ્યુલા નથી હોતી. તેમનું કહેવું છે કે “ જરૂરત હોય છે મજબૂત ઇચ્છાશક્તિ, ધ્યાન અને દ્રઢ નિશ્ચયની. પરિણાની ચિંતા કર્યા વિના પુરી લગનથી અભ્યાસ કરો. યુપીએસસી પરીક્ષામાં તમારૂ પુરૂ જીવન ના લગાવો. યાદ રાખો યુપીએસસીની પરીક્ષા ફક્ત એક પરીક્ષા છે.. તમારે જીવનમાં બધુ સરખું કરવા માટે કેટલાયે મોકા મળશે. તમારી સગવડતાના હિસાબે તમારા ભણવાની યોજના બનાવો.”

બાળકોના વાલીઓ માટે અંજુ શર્મા કહે છે કે ” પહેલેથી જ તણાવગ્રસ્ત બાળકો પર વધુ બોજ ના આપો. તેની સાથે વાતો કરો. તેમને સમજો. પરીક્ષાના પરિણામની પરવાહ કર્યા વગર તમારા બાળકોને પ્રેમ કરો અને તેમને સહયોગ આપો. બાળકોને ખુદ પર ભરોસો કરતા શિખવાડો. બાળકોને નિષ્ફળતાઓ પચાવતા શિખવાડો.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">