એક જ તેલનો રસોઈમાં વારંવાર ઉપયોગ ખતરારૂપ, જાણો થઈ શકે છે આ બિમારી

એક જ તેલનો રસોઈમાં વારંવાર ઉપયોગ ખતરારૂપ, જાણો થઈ શકે છે આ બિમારી

મોટાભાગના લોકો જ્યારે પોતાના ઘરમાં પુરી, પાપડ પકોડા વગેરે તળે છે. તો તેના પછી કડાઈમાં વધેલા તેલને બીજી વાર ઉપયોગ કરવા માટે અલગ રાખે છે. અને બીજી વાર કંઈક ફ્રાય કરવા માટે અથવા શાકભાજી બનાવવા માટે આ જ તેલનો ઉપયોગ કરે છે. જો બીજી વાર પણ આ તેલ તળવા માટે ઉપયોગમાં લેવાઈ જાય તો ત્રીજી અને ચોથી વાર પણ તેનો ઉપયોગ કરવા માટે અલગ રાખે છે. ત્યાં સુધી કે તેલ પૂરી રીતે ઉપયોગમાં ન આવી જાય.

જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાઓ. એક વાર ઉપયોગ કરવામાં આવેલ તેલને વારંવાર ઉપયોગ કરવાથી તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે. જાણો કઈ રીતે ?

વારંવાર તેલને ગરમ કરવાથી તેમાથી ધીરે ધીરે ફ્રી રેડિકલ્સનું નિર્માણ થવા લાગે છે.

આ કારણથી આ તેલમાં એન્ટિઓક્સિડન્ટની માત્રા પૂરી થઈ જાય છે, અને કેન્સરના કીટાણુઓ જન્મ લે છે.

આ તેલમાં બનેલું ભોજનને ખાવાથી શરીરમાં કેન્સરના કીટાણુઓનો પણ ચાલ્યા જાય છે. જેનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

આ તેલના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી જાય છે.

એટલું જ નહીં લોકોને એસીડીટી અને હૃદય સંબંધી બીમારીઓ થવાની આશંકા પણ વધી જાય છે. જેથી પ્રયત્ન કરો કે એક તેલનો ઉપયોગ વારંવાર ન કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati