ઈકોનોમીને અનલોક કરવા FIA આવ્યું આગળ, યુરોપીયન સંગઠનો સાથે કર્યા MOU

ઈકોનોમીને અનલોક કરવા FIA આવ્યું આગળ, યુરોપીયન સંગઠનો સાથે કર્યા MOU


લોકડાઉન બાદ ઘણા બિઝનેસને શરૂ થવામાં તકલીફો પડી રહી છે. ત્યારે ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગકારોના સંગઠન FIAએ એક હકારાત્મક પહેલ કરી છે. FIA એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસો.એ આજે યુરોપ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સલન્સ સાથે એમઓયુ સાઈન કર્યાં હતાં. જેમાં યુરોપ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સલન્સે યુરોપીયન કન્ટ્રીઝથી ઈન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં લાવવા માટે તત્પરતા દર્શાવી હતી.આ એમઓયુમાં ગુજરાત અને યુરોપના બિઝનેસ, ટ્રેડ, ટુરિઝમ અને ઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા માટે સમજૂતી કરાર થયાં હતાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એફઆઈએની ફોરેન ઈન્વેસ્ટમેન્ટ કમિટીના ચેરપર્સન અંકિત પટેલે કહ્યું હતું કે “બંને સંગઠનો વચ્ચે થયેલી આ સમજૂતીથી ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે. સાથે જ યુરોપીયન કન્ટ્રીઝની ઇન્ડસ્ટ્રીઝ અહીં આવવાથી ગુજરાતના પણ લઘુ તેમજ મઘ્યમકક્ષાના ઉદ્યોગોને વેગ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે FIAના સેક્રેટરી અજીત શાહે કહ્યું હતું કે “આ એમઓયુથી ગુજરાતને ખાસ ફાયદો મળશે અને યુરોપીયન કન્ટ્રીઝથી રોકાણ ગુજરાતમાં આવતા અહીંની એન્સીલરી એમએસએમઈ કંપનીઓને પણ નવો બિઝનેશ મળશે. મહત્વનું છે કે આ એમઓયુ ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ તેમજ એફઆઈએના હોદ્દેદારો પ્રકાશ વરમોરાની હાજરીમાં થયાં હતાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati