દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલના જૂના મિત્ર અને ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાને ચૂંટણી પંચની નોટિસ

મોડલ ટાઉન સીટથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાના હિન્દૂસ્તાન અને પાકિસ્તાનવાળા ટ્વીટ પર રિટર્નિગ ઓફિસરે તેમને નોટિસ મોકલી છે. ગુરૂવારે રાત્રે ચૂંટણી પંચે નોંધ લેતા, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને 24 કલાકની અંદર તેની પર રિપોર્ટ સોંપવામાં માટે કહ્યું હતું. ત્યારબાદ કપિલ મિશ્રાને નોટિસ મોકલવામાં આવી છે. ત્યારે કપિલ મિશ્રાએ શુક્રવારે ફરી એક ટ્વીટ કરી કહ્યું સત્ય […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલના જૂના મિત્ર અને ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાને ચૂંટણી પંચની નોટિસ
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 6:18 AM

મોડલ ટાઉન સીટથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાના હિન્દૂસ્તાન અને પાકિસ્તાનવાળા ટ્વીટ પર રિટર્નિગ ઓફિસરે તેમને નોટિસ મોકલી છે. ગુરૂવારે રાત્રે ચૂંટણી પંચે નોંધ લેતા, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને 24 કલાકની અંદર તેની પર રિપોર્ટ સોંપવામાં માટે કહ્યું હતું. ત્યારબાદ કપિલ મિશ્રાને નોટિસ મોકલવામાં આવી છે. ત્યારે કપિલ મિશ્રાએ શુક્રવારે ફરી એક ટ્વીટ કરી કહ્યું સત્ય બોલવામાં ડર કેવો? સત્ય પર અડગ છું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આમ આદમી સરકારમાં મંત્રી રહેલા કપિલ મિશ્રા હવે ભાજપની ટિકિટ પર દિલ્હીની મોડલ ટાઉન સીટથી ચૂંટણી લડી રહ્યા છે. કપિલ મિશ્રાએ ગુરૂવારે એક ટ્વીટ કરી લખ્યું, 8 ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તાઓ પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો મુકાબલો થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી ચૂંટણી પંચ શુક્રવાર સાંજ સુધી પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપશે. તમને જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">