જામનગરમાં 5 દિવસમાં ભૂકંપના 8 આંચકા, કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી

જામનગરમાં 5 દિવસમાં ભૂકંપના 8 આંચકા, કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી


બે મહિનાથી ભૂકંપ આવે છે, તિરાડો પડી ગઈ છે અને ગામમાં છે ભયનો માહોલ વાત છે જામનગર જિલ્લાના કાલાવડની જ્યાં બેરાજા, બાંગા, સારપાદર, માટલી, અરલા, ખાનકોટલા અને સરવાલીયા ગામની ધરા છેલ્લા બે માસથી ધ્રુજી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જામનગરથી કાલાવડ તરફ જતાં આશરે 25 થી 30 કિમીના અંતરે આવેલા આ ગામોમાં 2.0 થી 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાસ કરીને રાત્રિના સમયે જ આ ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકોની વાત માનીએ તો છેલ્લા કેટલાય સમયથી અનેકવાર ગામમાં ભૂકંપ અનુભવાયો છે. આ અંગે હવે તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી આવી પરિસ્થિતિ હોવા છતાં સરકાર તરફથી કોઈએ ધ્યાન આપ્યું નથી. સ્થાનિક તંત્ર પણ આ વિસ્તારની મુલાકાતે ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે શુભ રહેશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati