દુનિયાનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પીંક બોલ ડે નાઇટ ટેસ્ટ મેચ

દુનિયાનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પીંક બોલ ડે નાઇટ ટેસ્ટ મેચ

અમદાવાદ ઇંગ્લેંડ અને ભારતીય ક્રિકેટ ટીમનુ યજમાન બનશે. બંને ટીમો ટેસ્ટ અને ટી20 ફોર્મેટની મેચ અહી રમનાર છે. ખાસ કરીને ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પીંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ, અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડીયમમાં રમાનાર છે. આ માટેનુ શિડ્યુઅલ પણ બીસીસીઆઇ દ્રારા જારી કરી દેવામાં આવ્યુ છે. આ અંગેની જાણકારી પણ બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આપી હતી કે, નવનિર્મિત વિશાળકાય સ્ટેડીયમમાં આયોજન કરવામાં આવ્યુ છે.

ઇંગ્લેડ ચાર મેચોની ટેસ્ટ શ્રૃંખલા ભારત પ્રવાસ દરમ્યાન રમાનારી છે. જે સાતમી ફેબ્રુઆરી થી પ્રવાસની શરુઆત ટેસ્ટ મેચ દ્રારા કરશે. ત્યાર બાદ બંને દેશો વચ્ચે ટી20 સીરીઝ રમાશે. બોર્ડ દ્રારા પ્રવાસ કાર્યક્રમની જાહેરાત પણ કરી દેવાઇ છે. આમ તો આઇપીએલ ખતમ થવાની સાથે જ, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાતની જાણકારી આપી હતી. કે બંને દેશો વચ્ચે યોજાનારી મેચનો લાભ મોટેરાને મળી શકે છે.

જય શાહે, અમદાવાદમાં જીસીએ ઇન્ડોર સુવિધાનુ ઉદ્ઘાટન કરવા સમયે સ્પષ્ટ કર્યુ હતુ કે સીરીઝ યોજના મુજબ રમાશે. કારણ કે વધતા કોરોનાને લઇને સીરીઝ પર આંશકાઓ ઘેરાતા તેમણે આ સ્પષ્ટતા કરી હતી. શાહે કહ્યુ હતુ કે, ટેસ્ટ સીરીઝ ફેબ્રુઆરી થી શરુ થશે. જ્યારે ડે-નાઇટ પીંક બોલ ટેસ્ટ 24 ફેબ્રુઆરી થી અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં રમાનાર છે. માનવામાં આવી રહ્યુ છે કે, ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય ટીમ સ્વદેશ પરત આવી જશે. ટીમે સખત બાયોબબલમાં જ રહેવુ પડશે. ટી20 વિશ્વકપ પહેલા આ સીરીઝ મહત્વની સાબિત થઇ રહેશે.

 

https://twitter.com/ICC/status/1337013701073924097?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati