ડુંગળીના ભાવોને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારનો નિર્ણય, ડુંગળી પર સ્ટોક લિમિટ નિયમ અમલી કર્યો

  • Publish Date - 7:51 am, Sat, 24 October 20
ડુંગળીના ભાવોને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારનો નિર્ણય, ડુંગળી પર સ્ટોક લિમિટ નિયમ અમલી કર્યો

દેશમાં ડુંગળીની વધી રહેલી કિંમતોને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં છે. ડુંગળીના વધી રહેલા ભાવોને જોતાં કેન્દ્ર સરકારે ડુંગળી પર સ્ટોક લિમિટ નિયમ અમલી કરી દીધો છે. ડુંગળીના જથ્થાબંધ વેપારી હવે માત્ર ૨૫ મેટ્રિક ટન ડુંગળીનો જથ્થો સ્ટોકમાં રાખી શકશે. ડુંગળીનો રિટેલ વેપારી માત્ર બે મેટ્રિક ટન ડુંગળીનો સ્ટોક રાખી શકશે. આટલું જ નહીં બજારોમાં ડુંગળીની આવક વધારવા એમએમટીસી ૧૦,૦૦૦ મેટ્રિક ટન ડુંગળીની આયાત માટે ટેન્ડર જારી કરશે. ખાનગી કંપનીઓ દ્વારા થનારી આયાત ઉપરાંત એમએમટીસી લાલ ડુંગળીની પણ આયાત કરશે. દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૧૦૦ને પાર કરી ગયા છે. વધી રહેલી કિંમતોને કાબૂમાં લેવા ડુંગળીની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. સ્ટોક લિમિટથી વધુ જથ્થો રાખનાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati