RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવેલી મહિલાને અધિકારીએ કહ્યું, પહેલાં ઘરે જઈને…
ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે આરટીઓ ખાતે પરીક્ષા આપવા જવાની જરુર પડે છે. ચેન્નઈમાં એક એક ઘટના બની છે જેની ભારે ચર્ચા થઈ રહી છે. આરટીઓ અધિકારીઓ મહિલાને કપડાનું બહાનું આપીને યોગ્ય રીતે કપડા પહેરીને આવવા માટે કહ્યું. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે જેમાં મહિલા કે પુરુષોને કપડાના લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ ન આપવા […]
ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે આરટીઓ ખાતે પરીક્ષા આપવા જવાની જરુર પડે છે. ચેન્નઈમાં એક એક ઘટના બની છે જેની ભારે ચર્ચા થઈ રહી છે. આરટીઓ અધિકારીઓ મહિલાને કપડાનું બહાનું આપીને યોગ્ય રીતે કપડા પહેરીને આવવા માટે કહ્યું. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે જેમાં મહિલા કે પુરુષોને કપડાના લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ ન આપવા દેવાયો હોય.
આ પણ વાંચો : પ્રધાન બોલ્યા ‘હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો’, VIDEO થયો વાયરલ
ચેન્નઈમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતી મહિલા ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ઓફિસ ખાતે પહોંચી હતી. ચેન્નઈના કે.કે.નગર ખાતે આવેલા આરટીઓ ખાતે મહિલા ટેસ્ટ આપવામાં પહોંચી હતી. મહિલાને જોઈને આરટીઓ અધિકારીએ પહેલાં ઘરે જઈને કપડા બદલીને આવવા કહ્યું હતું. મહિલાએ સ્લીવલેસ ટોપ અને જીન્સ પહેર્યું હતું. આ સિવાય એક મામલો એવો પણ સામે આવ્યો કે કેપરી પહેરીને આવેલી મહિલાને પણ આરટીઓના અધિકારી દ્વારા યોગ્ય કપડાં પહેરીને આવવા કહેવામાં આવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ક્ષેત્રીય આરટીઓ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવતી વખતે કપડાને લઈને કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. જો કે લોકોએ અહિંયા આવતી વખતે યોગ્ય કપડા પહેરવા જોઈએ જેના લીધે કોઈ અપ્રિય ઘટના ન બને. સરકારી ઓફિસ હોવાથી લોકો યોગ્ય કપડાં પહેરીને આવે તો સારું. આમ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]