ડૉ. હર્ષવર્ધનને એવું તો શું ટ્વિટમાં લખી દીધું કે સુષ્મા સ્વરાજે કરવો પડ્યો ખૂલાસો!

ડૉ. હર્ષવર્ધનના એક ટ્વિટથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. હર્ષવર્ધને એક ટ્વિટ કરીને પૂર્વ વિદેશમંત્રી રહેલાં સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનવા માટે અભિનંદન આપ્યા હતા. Union Minister Dr Harsh Vardhan congratulated senior BJP leader & former External Affairs Minister, Sushma Swaraj on being appointed as the Governor of Andhra Pradesh, later deleted. pic.twitter.com/m3EZOusrKO Web Stories […]

ડૉ. હર્ષવર્ધનને એવું તો શું ટ્વિટમાં લખી દીધું કે સુષ્મા સ્વરાજે કરવો પડ્યો ખૂલાસો!
Follow Us:
| Updated on: Jun 10, 2019 | 5:53 PM

ડૉ. હર્ષવર્ધનના એક ટ્વિટથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. હર્ષવર્ધને એક ટ્વિટ કરીને પૂર્વ વિદેશમંત્રી રહેલાં સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનવા માટે અભિનંદન આપ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુષ્મા સ્વરાજને નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી તરીકે તેમની સારી એવી ભૂમિકા રહી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેઓ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી દેતા. લોકસભા 2019ની ચૂંટણી તેઓ લડ્યા નથી અને તેમનો સમાવેશ ભાજપના દિગ્ગજ નેતાઓમાં થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા એવી અટકળો કરવામાં આવી રહી હતી કે ખાલી થતા 10 રાજ્યપાલના પદ માટે ભાજપના નવા ચહેરા પંસદ કરી શકે છે. એક બાજુ એવી પણ વાત ઉડી હતી કે એક-બે જૂના ચહેરાને યથાવત્ રાખવામાં આવશે. જૂના ચહેરાને વર્તમાન રાજ્યમાંથી હટાવી બીજા રાજ્યની જવાબદારી મોદી સરકાર સોંપી શકે છે. આ અટકળો તરફ લોકોનું ધ્યાન હર્ષવર્ધનના ટ્વિટના લીધે ખેંચાયું છે. જો કે ટ્વિટને બાદમાં હર્ષવર્ધને ડીલીટ કરી નાખ્યું છે.

આ પણ વાંચો:  વાયુ વાવાઝોડાના પગલે તંત્ર હરકતમાં, પરિસ્થિતિને પહોંચી વળવા NDRF, કોસ્ટગાર્ડની ટીમોને કરાઈ એલર્ટ

હર્ષવર્ધને ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજયપાલ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં તેમણે આ ટ્વિટ હટાવી લીધું છે. તેમને તો ટ્વિટ હટાવી લીધું પણ સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો છે.

જો કે હર્ષવર્ધનના ટ્વિટ અંગે  સુષ્મા સ્વરાજે પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. જેમાં સુષ્મા સ્વરાજે સ્પષ્ટ કરી દીધું કે જે આંધ્રપ્રદેશના ગર્વનર બનાવવાની ખબર ચાલી રહી છે તે સાચી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">