કડકડતી ઠંડીમાં ડોક્ટર્સ પણ પોતાને ગરમ રાખવા સલાહ આપે છે, જાણો ઠંડીથી બચવાના ઉપાય

કડકડતી ઠંડીમાં ડોક્ટર્સ પણ પોતાને ગરમ રાખવા સલાહ આપે છે, જાણો ઠંડીથી બચવાના ઉપાય

શિયાળાની ઋતુમાં શીત લહેર સમગ્ર ઉત્તર ભારતમાં છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ડોકટરો લોકોને ઠંડીથી બચવા અને પોતાને ગરમ રાખવા સલાહ આપે છે.

આ પણ વાંચો: રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી

એમ્સના વરિષ્ઠ ડોક્ટર અમરિંદર માલ્હીના જણાવ્યા પ્રમાણે ‘ મોટા ભાગના દર્દીઓ અપર રેસ્પિરેટરી ઈન્ફેક્શન URTI, લોઅર રેસ્પિરેટરી ઈન્ફેક્શન LRTI, ઉચ્ચ તણાવ, સ્ટ્રોક અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની ફરિયાદ કરી રહ્યા છે. જો તમારે આ રોગોથી બચવું હોય તો તમારે પોતાને ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે. લોકોએ દરરોજ ચારથી પાંચ ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. પરંપરાગત હીટરને બદલે ઓઇલ હીટરનો ઉપયોગ કરો. કારણ કે પરંપરાગત હીટર વાતાવરણને સૂકુ બનાવે છે. પરંતુ મુખ્યત્વે શરીરને કપડાં, ગ્લોવ્સ, ટોપી, મોજાં વગેરેથી તમારા શરીરને ગરમ રાખો.’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મલ્હીના જણાવ્યા અનુસાર, અહીં આવતા લોકો શીત લહેરથી પ્રભાવિત છે, તેઓ મોટે ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના છે. તેમણે કહ્યું, “આપણા મોટાભાગના દર્દીઓ ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને પંજાબના છે, તેમનામાં બાળકો, શિશુઓ અને વૃદ્ધોની સંખ્યા વધુ છે.”


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati