સવારે ઉઠ્યા પછી કરો આ 5 કામ, આખો દિવસ રહેશે સકારાત્મક અને મળશે દેવી લક્ષ્મીની કૃપા

Morning Tips: જ્યોતિષમાં વહેલી સવારે મનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવા અને દેવી લક્ષ્મી(Lakshmi Puja)ને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જો આ ઉપાયો અપનાવવામાં આવે તો આખો દિવસ સારો પસાર થાય છે.

સવારે ઉઠ્યા પછી કરો આ 5 કામ, આખો દિવસ રહેશે સકારાત્મક અને મળશે દેવી લક્ષ્મીની કૃપા
Morning Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 12:04 PM

Morning Tips: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો દિવસની શરૂઆત સારી અને શુભ હોય તો આખો દિવસ સારો પસાર થાય છે. જો સવારથી જ મનમાં સકારાત્મક વિચારો આવે તો આખો દિવસ મન પ્રસન્ન રહે છે અને દિવસ તણાવ વગર પસાર થાય છે. આ કારણોસર, દરરોજ સવારે કેટલાક આવા કામ કરવા જોઈએ જેથી દિવસ સારી રીતે પસાર થાય. જીવનમાં અમુક આદત બનાવી લેવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાનો દૂર થાય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવસની શરૂઆતમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ તેમના પર રહે જેથી જીવનનો દરેક દિવસ ખુશીઓ સાથે અને કોઈ મોટી સમસ્યા વિના પસાર થાય. જ્યોતિષમાં વહેલી સવારે મનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવા અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જો આ ઉપાયો અપનાવવામાં આવે તો આખો દિવસ સારો પસાર થાય છે.

સવારે ઉઠીને બંને હથેળીઓના દર્શન કરો

જો તમે ઈચ્છો છો કે દિવસની શરૂઆત સારી થાય તો સૌથી પહેલા સવારે ઉઠો અને તમારી બંને હથેળીઓને જોડીને તેના દર્શન કરો. જ્યોતિષમાં એવી માન્યતા છે કે હથેળીમાં ત્રણ દેવ રહેલા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती । करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम ॥

હાથની આગ્ર ભાગમાં લક્ષ્મીનો વાસ હોય છે. વિદ્યાદાત્રી સરસ્વતી મધ્ય ભાગમાં અને ભગવાન વિષ્ણુ મૂળ ભાગમાં નિવાસ કરે છે. આ શ્લોકમાં ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી અને અપાર શક્તિ આપનાર, સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે, જેથી વ્યક્તિ જીવનમાં ધન, જ્ઞાન અને ભગવાનની કૃપા મેળવી શકે.

ધરતી માતાને વંદન

સવારે તમારી બંને હથેળીઓના દર્શન કર્યા પછી, પથારીમાંથી નીચે ઉતરતા પહેલા, તમારે ધરતીનો સ્પર્શ કરી પૃથ્વી માતાને પ્રણામ કરવા જોઈએ. આ ઉપાયથી દિવસભર સકારાત્મકતા રહે છે અને દિવસ સારો પસાર થાય છે.

સવારે સૂર્યદેવને જળ અર્પિત કરો

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દરરોજ સૂર્યોદય પહેલા જાગે છે અને નિત્યક્રમ પતાવ્યા પછી પછી સ્નાન આદી કરી, તાંબાના વાસણમાં સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે. તો તેમનો દિવસ સારો રહે છે. સૂર્યદેવને જળ ચઢાવતી વખતે અક્ષત, કંકુ અને ફૂલ સાથે રાખો.

તુલસીની પૂજા

ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી ઘરના આંગણામાં તુલસીના છોડને પણ જળ ચઢાવો અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. દરરોજ સવારે આવું કરવાથી તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

સવારે ઘરમાં મીઠાવાળા પાણીથી પોતા કરો

વાસ્તુ અનુસાર ઘરમાં સમયાંતરે નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો રહે છે. પરંતુ જો દરરોજ સવારે પાણીમાં મીઠું નાખીને ઘરમાં પોતા કરવામાં આવે તો ઘરમાં ભેગી થયેલી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને આખો દિવસ આનંદ અને શાંતિથી પસાર થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">