દિવાળી પહેલાં સુરતના જાણીતા ચૌટાબજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગ વગર જામ્યો ખરીદીનો માહોલ

  • Publish Date - 7:35 pm, Sat, 31 October 20 Edited By: Utpal Patel
દિવાળી પહેલાં સુરતના જાણીતા ચૌટાબજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગ વગર જામ્યો ખરીદીનો માહોલ

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હવે જનજીવન ફરી એકવાર થાળે પડતું દેખાઈ રહ્યું છે. નવરાત્રિની ઉજવણી તો ના થઈ શકી પરંતુ દિવાળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સુરત તૈયાર થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો શહેરના માર્ગો પર જોવા મળી રહ્યા છે.

સુરતના ચૌટા બજારમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે. જ્યાં લોકો કોઈપણ જાતના સોશિયલ ડિસ્ટનસિંગ કે માસ્ક વગર દિવાળીના તહેવાર પૂર્વે ની ખરીદી કરતા નજરે ચઢી રહ્યા છે.શહેરનું ચૌટા બજાર સૌથી જૂનું અને જાણીતું બજાર છે. જે મહિલાઓ માટે ને બજાર છે પરંતુ હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો હોવા છતાં લોકો સોશિયલ ડિસ્ટનસિંગ કે માસ્કના નિયમનો ભંગ કરતા દેખાઈ રહ્યા છે.

એ વાતમાં શંકા નથી કે ભલે કોરોના ના કેસો ઘટી રહ્યા હોય પરંતુ જો સાવચેતી બતાવવામાં નહિ આવે તો ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઈ શકે છે. સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે હજી કોરોના સંપૂર્ણ ગયો નથી, વેકસિન નહિ આવે ત્યાં સુધી માસ્ક એ જ વેકસિન છે. છતાં લોકોમાં આ બાબતે જાગૃતિ નહિ આવી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

જો આવું ને આવું રહ્યું તો એ વાતનો ડર છે કે તહેવારો ધામધૂમથી ઉજવવાના ચક્કર બાદ કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો પણ આવી શકે છે. આ વાત પણ લોકોએ સમજવાની રહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો